સિગારેટના તણખાથી રૂમના ગાદલામાં આગ લાગતા બચવા બાથરૂમમાં પુરાઈ ગયેલો યુવક ગૂંગળાઈ ગયો, મિત્રો સાથે ફરવા ગયા ને કાળ આંબી ગયો
રાજકોટથી દમણ ફરવા ગયેલા ચા મિત્રો દારૂૂ-બિયર અને સિગારેટની મજા માણતા હતા ત્યારે સિગારેટના તણખાથી હોટલના રૂૂમના ગાદલામાં આગ લાગી હતી. આગ થોડીવારમાં રૂૂમમાં પ્રસરી જતા બચવા માટે બાથરૂૂમમાં ઘુસેલા રાજકોટની નાગરિક બેંકના કર્મચારીનું બાથરૂૂમમાં ગૂંગળામણથી મોત થયું હતુ,જયારે અન્ય ત્રણ મિત્રોનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રીગેડના સ્ટાફે આગ બુઝાવી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ થતા દમણના કચીગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી અને જરૂૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે તેમન આ બનાવ અંગે અન્ય ત્રણ મિત્રોની પણ પૂછપરછ કરી છે.
રાજકોટથી દમણ મોજ મસ્તી માટે આવેલા ચાર મિત્રોની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ ગઈ છે અને દમણના ડાભેલમાં આવેલ પ્રિન્સ ગાર્ડન નામની હોટલમાં આ દુર્ઘટના બની હતી,. હોટેલના બીજા માળે મિત્રો દારૂૂ બિયર અને સિગારેટ ફૂંકવાની મજા માણી રહ્યા હતા અને રૂૂમમાં સળગેલી સિગારેટના તણખાથી ગાદલામાં આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. જેમાં રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર જનકપુરી સોસાયટીમાં રહેતા અને રાજકોટ નાગરિકો બેંકની પરા બઝાર શાખામાં ફરજ બજાવતા વિનય હસમુખભાઈ વિરમગામિયા આગથી બચવા હોટલના રૂૂમના બાથરૂૂમમાં ઘુસી ગયો હતો જ્યાં બાથરૂૂમમાં ગૂંગળામણથી વિનયનું મોત થયું હતું.
જયારે તેની સાથેના ત્રણ મિત્રો સંતોષ વિનુભાઈ ભૂત તેમજ પાર્થ ધીરુભાઈ પાઘડાર અને સીતીશ ભાસ્કર પંડ્યાનો બચાવ થયો હતો.આગ લગતા હોટલમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ તેમજ હોટલના ફાયર એક્ટેન્ગ્યુશર નો ઉપયોગ કરી આગ બુઝાવી નાખી હતી. આ ઘટનાની જાણ મૃતકના પરિવારને કરવામાં આવતા પરિવારના સભ્યો દમણ દોડી ગયા હતા. મોજ મસ્તી માટે દમણ ગયેલા ચાર મિત્રોની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
