ગેસનો બાટલો લીકેજ થતા પંજાબી ઢાબામાં આગ ભભૂકી, 6 ગંભીર

રાજુલા શહેરના હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી હિંડોરણા ચોકડી ખાતે સ્થિત ’સતનામ પંજાબી ઢાબા’ માં દૈનિક ધોરણે રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.…

રાજુલા શહેરના હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી હિંડોરણા ચોકડી ખાતે સ્થિત ’સતનામ પંજાબી ઢાબા’ માં દૈનિક ધોરણે રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ગેસના બાટલામાંથી ગેસ લીકેજ થવાનું શરૂૂ થયું હતું. ગેસ લીકેજ થતાંની સાથે જ રસોડાના ભાગમાં આકાશી આગના ગોટા ઉઠ્યા હતા અને જોતજોતામાં આગે સમગ્ર ઢાબાને પોતાની લપેટમાં લઈ લીધું હતું.

અચાનક લાગેલી આગના કારણે ઢાબામાં કામ કરી રહેલા કારીગરો અને આસપાસના લોકો બહાર નીકળે તે પહેલાં જ 6 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. અગ્નિકાંડને પગલે હિંડોરણા ચોકડી વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ રાજુલા ઈમરજન્સી સેવા 108, પોલીસ કંટ્રોલ રૂૂમ 112 અને રાજુલા મામલતદાર સહિતનો પ્રશાસનિક કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. 108 ની ટીમે તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ અને સઘન સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ઘટના બાદ પોલીસે ઢાબા પરિસરને કોર્ડન કરી લીધું છે અને આગ પર કાબૂ મેળવી સુરક્ષાના પગલાં હાથ ધર્યા છે. રાજુલા પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને પ્રાથમિક તપાસ આગળ વધારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *