ધ્રાંગધ્રા બાયપાસ પાસે પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકી

ધાંગધ્રા શહેરમાં બાયપાસ વિસ્તાર પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં પાણીની ટાંકા બનાવવામાં આવે છે ત્યારે કોઈ અગમ્ય કારણસર અચાનક આંખ ભભૂકી હતી. પ્લાસ્ટિક ના કારખાનામાં આગ…

ધાંગધ્રા શહેરમાં બાયપાસ વિસ્તાર પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં પાણીની ટાંકા બનાવવામાં આવે છે ત્યારે કોઈ અગમ્ય કારણસર અચાનક આંખ ભભૂકી હતી.


પ્લાસ્ટિક ના કારખાનામાં આગ લાગતા દોડધામ મચીવા પામી હતી તાત્કાલિક ધાંગધ્રા નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો જ્યારે ભારે જેહમત બાદ ધાંગધ્રા નગરપાલિકાના ફાયર સેફટી વિભાગના ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધાંગધ્રા બાયપાસ રોડ ઉપર પ્લાસ્ટિક ના કારખાનામાં ફાયર સેફટી ના સાધનો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું ફાયર સેફ્ટી ના સાધનો વગર ધાંગધ્રા શહેરી વિસ્તારમાં ફાયર સેફટી વગર ઘણા બધા એકમો ચાલુ છે.

ત્યારે મોટી દુધટના બને તે પહલા ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ફાયર સેફટી વિભાગના અધિકારી દ્વારા ધાંગધ્રા શહેરી વિસ્તારમાં ફાયર સેફટી વિભાગનું ચેકિંગ કરવામાં આવેતો અનેક એકમો બહાર આવે ત્યારે ધ્રાંગધ્રા મા ફાયર સેફ્ટી નો કોઈ કડક અમલવારી કરવામાં આવી નથી ત્યારે કોઈ મોટી દુર્ધટના બને, ત્યારે જવાબદારી કોની રહશે તેવા સવાલ જોવા મળી રહ્યા છે ત્યારે નિદોર્ષ લોકો ભોગ નો બને તે માટે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક કામગીરી કરે તેવી લોક માગ ઉઠી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *