ઘર વખરીનો સામાન બળીને ખાખ : મોટી જાનહાનિ ટળી
ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા પોલીસ લાઈનની પાછળ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા એક જુનવાણી મકાનમાં આજરોજ એકાએક આગ ભભુકી ઉઠી હતી. આ બનાવ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના જવાનો તાકીદે આ સ્થળે પહોંચી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી, આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. આ આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
