ખંભાળિયા નજીકના સલાયા રોડ ઉપર આવેલા વિસોત્રી ગામના પાટીયા પાસે એક આસામીની વાડીમાં સોમવારે બપોરે આશરે 2:30 વાગ્યાના સમયે વાડીમાં રહેલા કપાસમાં એકાએક ભભૂકી ઉઠેલી આગ અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી જિલ્લાના ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના શિવરાજસિંહ, જયપાલસિંહ વિગેરેએ ફાયર ફાઈટર સાથે આ સ્થળે દોડી જઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના લીધે આ આગ લાગી હોવાનું જાહેર થયું છે. જેમાં કપાસ બળી જતા ખેડૂતને નુકસાની થવા પામી હતી. (તસવીર : કુંજન રાડિયા)
ખંભાળિયા નજીક શોર્ટ સર્કિટના કારણે ઘ્ભા મોલમાં આગ ભભૂકી
ખંભાળિયા નજીકના સલાયા રોડ ઉપર આવેલા વિસોત્રી ગામના પાટીયા પાસે એક આસામીની વાડીમાં સોમવારે બપોરે આશરે 2:30 વાગ્યાના સમયે વાડીમાં રહેલા કપાસમાં એકાએક ભભૂકી ઉઠેલી…
