ખોડિયાર કોલોનીમાં ફર્નિચરના ગોદામમાં આગ, ભારે અફરાતફરી

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ક્રિસ્ટલ મોલ ની બાજુમાં આવેલા ગજાનંદ ફર્નિચર નામના ફર્નિચરના શોરૂૂમ ના નીચેના ભાગે આવેલા ગોદામમાં સાંજે 7.45 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ક્રિસ્ટલ મોલ ની બાજુમાં આવેલા ગજાનંદ ફર્નિચર નામના ફર્નિચરના શોરૂૂમ ના નીચેના ભાગે આવેલા ગોદામમાં સાંજે 7.45 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી અને લાકડાનું ફર્નીચર વગેરે સળગી ઉઠતાં આગે મોટું સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું, અને સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આજના બનાવ ની જાણ ફાયર બ્રિગેડ શાખાને કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ ખુદ મોટી ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને અલગ અલગ ત્રણ ફાયર ફાઇટરો ની મદદ લઈને ચો તરફથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આગના બનાવ ને લઈને આગની મોટી જવાળાઓ દેખાઇ હતી, ઉપરાંત વિજ તંત્ર પણ દોડતું થયું હતું, અને સમગ્ર વિસ્તાર નો વિજ પુરવઠો બંધ કરી દીધા બાદ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ખોડીયાર કોલોની મેઇન રોડ પર જ આ શોરૂૂમ આવેલો હોવાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, અને પોલીસ તંત્રને પણ ભારે કવાયત કરવી પડી હતી. આ ઘટના સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આગનું ચોક્કસ કારણ તેમજ નુકસાની નો અંદાજ જાણી શકાયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *