ભાવનગરની ખાનગી હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ, લોકોમાં નાસભાગ

ભાવનગર ના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ આલેખ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગતા આગનો ધુમાડો ઉપર આવેલ હોસ્પિટલમાં ફેલાતા ફાયર બ્રિગેડના સ્ટાફે હોસ્પિટલના દર્દીઓને સલામત રીતે બહાર કાઢી…

ભાવનગર ના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ આલેખ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગતા આગનો ધુમાડો ઉપર આવેલ હોસ્પિટલમાં ફેલાતા ફાયર બ્રિગેડના સ્ટાફે હોસ્પિટલના દર્દીઓને સલામત રીતે બહાર કાઢી બીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આલેખ કોમ્પલેક્ષ ના બેજમેન્ટમાં આગ લાગતા આગનો ધુમાડો ઉપર આવેલ સદવિચાર હોસ્પિટલમાં ફેલાયો હતો. આ બનાવથી ભારે અપડા તપડી મચી ગઈ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને મળતા તુરત જ ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટતા સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગનો ધુમાડો સદવિચાર હોસ્પિટલમાં ફેલાતા ફાયર બ્રિગેડ ના સ્ટાફે દર્દીઓને સલામત રીતે બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *