સલાયામાં ઝડપાયેલા નશાકારક સીરપ પ્રકરણમાં આરોપીને 11 વર્ષની સજા

આરોપીને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા મહમદમીયા જાવેદમીયા કાદરી નામના શખ્સએ વર્ષ 2023 ના સમયગાળામાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે…

આરોપીને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા મહમદમીયા જાવેદમીયા કાદરી નામના શખ્સએ વર્ષ 2023 ના સમયગાળામાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે નશાકારક કોડેઈન યુક્ત સીરપની 14 બોટલ પોતાના કબજા ભોગવટાના મકાનમાં રાખતા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી, ઉપરોક્ત શખ્સની 1.400 લીટર (14 બોટલ) કફ સીરપ તથા એક મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરી, તેની સામે સલાયા મરીન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

આ પ્રકરણમાં પોલીસે તપાસના અંતે ગુના સંદર્ભેનું ચાર્જશીટ અદાલતમાં રજૂ કર્યું હતું. આ કેસ ખંભાળિયાની નામદાર એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણને અનુલક્ષીને મદદનીશ જિલ્લા સરકારી વકીલ બી.એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ મહત્વના સાહેદોની જુબાની વિગેરે ધ્યાને લઈને અદાલતે આરોપી મહમદમીયા જાવેદમીયા કાદરીને એનડીપીએસના ગુનામાં તકસીરવાન ઠેરવી, 11 વર્ષની સખત કેદ તથા રૂૂપિયા એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *