કાર સળગી ઉઠતા હાઇવે ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામ
ચાલુ મહીનામાં લકઝરી બસ અને કાર સળગવાની ચોંકાવનારી ઘટનાઓ બની છે.ત્યારે એક ઘટનાનો વધારો થયો હોય તેમ રીબડા નજીક અબ્ટો કાર સળગી જઇ ખાખ બની હતી.
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર રીબડા ચોકડીથી શાપર વચ્ચે રાત્રીનાં પોણા અગીયારનાં સુમારે અલ્ટ્રો મારુતિ કાર જીજેઓ 3 ડીજી 9406 સળગી ઉઠતા ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાઇ હોય ફાયર ફાઈટર દોડી જઇ કાર ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.અલ્ટ્રો કાર રાજકોટ તરફ જઈ રહી હતી.ત્યારે કારમાં ધુમાડા નિકળતા ચાલકે કાર થોભાવી દિધી હતી.પરંતુ એટલી વારમાં ધુમાડા એ આગનુ રુપ ધારણ કરતા પલભરમાં કાર સળગીને ખાખ થઇ ચુકી હતી.માત્ર બોડી બચવા પામ્યું હતું. સદનશીબે કારમાં બેઠેલા લોકો અને ચાલક કારની બહાર નીકળી ગયા હોય જાનહાની અટકી હતી. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
