અમદાવાદના સ્કાયસિટી રિવેરામાં આગ, મોટી દુર્ઘટના ટળી

ત્રીજા માળે લાગેલી આગના ધૂમાડા 15મા માળે પહોંચતાં લોકો ગુૂગળાયા અમદાવાદના શેલામાં આજે વહેલી સવારે આગની દુર્ઘટના સર્જાઈ હતી. ક્લબ ઓ સેવન રોડ પર આવેલી…

ત્રીજા માળે લાગેલી આગના ધૂમાડા 15મા માળે પહોંચતાં લોકો ગુૂગળાયા

અમદાવાદના શેલામાં આજે વહેલી સવારે આગની દુર્ઘટના સર્જાઈ હતી. ક્લબ ઓ સેવન રોડ પર આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઇટ બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરબ્રિગેડની 12 જેટલી ગાડીઓએ સ્થળ પર દોડી જઈ આગ કાબુમાં લીધી હતી.

મળતી માહિતી અનુસાર, બિલ્ડિંગના સી-બ્લોકમાં ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટા છેક 15મા માળ સુધી પ્રસરી ગયા હતા. બિલ્ડિંગના રહેવાસીઓ ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક ધુમાડા અને બૂમાબૂમ સાંભળીને જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાને કારણે રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમો એક્શનમાં આવી હતી. આગની ગંભીરતા જોતા તાત્કાલિક 12 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. લાંબી જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

રાહતની વાત એ છે કે આ ભયાનક આગમાં કોઈ પણ નાગરિકને ઈજા કે જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગમાંથી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હાલમાં ફાયર વિભાગની 8 ગાડીઓ હજુ પણ ઘટનાસ્થળે કુલિંગની કામગીરી અને સાવચેતીના ભાગરૂૂપે હાજર રાખવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જોકે સત્તાવાર કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *