જામનગરના ધિરાણ અને ગ્રાહક સરકારી મંડળીની ઓફિસમાં આગ

જામનગરમાં રણજીત ટાવર વિસ્તારમાં આવેલી જામનગર જિલ્લા પંચાયતની સહકારી મંડળીની ઓફિસમાં રાખવામાં આવેલા માલ સામાન ના જથ્થામાં આજે બપોરે પોણા બાર વાગ્યાના અરસામાં અકસ્માતે આગ…

જામનગરમાં રણજીત ટાવર વિસ્તારમાં આવેલી જામનગર જિલ્લા પંચાયતની સહકારી મંડળીની ઓફિસમાં રાખવામાં આવેલા માલ સામાન ના જથ્થામાં આજે બપોરે પોણા બાર વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, જેને લઈને ભારે દોડધામ થઈ હતી. આગ ના આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ હતી.

અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લેતા આગ વધુ પ્રસરતી અટકી હતી, જેથી રણજીત ટાવર વિસ્તારમાં રહેતા અનેક રહેવાસીઓ, કે જેઓને હાશકારો થયો હતો. આગની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તુરતજ પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે આગ તુરતજ કાબુમાં આવી ગઈ હોવાથી સર્વેએ રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *