શહેરની ભાગોળે નવા રીંગ રોડ પર અટલ સરોવર પાસે ખોદકામ દરમિયાન ગેસ લાઈન તુટતાં આગ ભભૂકી ઉઠી હતી. અટલ સરોવર સામે હોટલ રોયલ રીટની બાજુમાં હિટાચી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે વેળાએ ગેસ લાઈન તુટતાં આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતાં તાત્કાલીક ફાયરબ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સબનશીબે ખુલ્લા પ્લોટમાં આગ લાગી હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી.
અટલ સરોવર નજીક ગેસ લાઈન તૂટતાં આગ ભભૂકી
શહેરની ભાગોળે નવા રીંગ રોડ પર અટલ સરોવર પાસે ખોદકામ દરમિયાન ગેસ લાઈન તુટતાં આગ ભભૂકી ઉઠી હતી. અટલ સરોવર સામે હોટલ રોયલ રીટની બાજુમાં…
