ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા આગ ફાટી નીકળી, ચાલક ભડથું

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગઈકાલે રાત્રે ગંભીર ઘટના બની હતી. બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા ધડાકાભેર આગ લાગી હતી જેને લઈ ટ્રકમાં સવાર ચાલક…

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગઈકાલે રાત્રે ગંભીર ઘટના બની હતી. બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા ધડાકાભેર આગ લાગી હતી જેને લઈ ટ્રકમાં સવાર ચાલક ભડથુ થઈ ગયો હતો અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ મૃતકની ઓળખ પોલીસે કર લીધી છે. જેનુ નામ વિક્રમસિંહ રાજેન્દ્રસિંહ સિંગ (ઉ.21) હોવાનું સામે આવ્યું છે. વિક્રમ અપરિણિત અને બેભાઈ બે બહેનમાં મોટો અને તે પાલનપુર-અમદાવાદ તેમજ રાજકોટ બાજુ ટ્રક ચલાવતો હતો. આ બનાવની મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આજે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે દુદાપર ગામ નજીક માલવણ તરફ જતી ટ્રકની પાછળ એક ટ્રક ઘૂસી જતાં ભીષણ અથડામણ થઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત બાદ કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. એટલું જ નહીં, આગ લાગતાં જ કારચાલક અંદર ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શક્યો નહોતો, જેના કારણે કારચાલકને જીવ ગુમાવ્યો પડ્યો છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. એ સાથે કારમાંથી બળી ગયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આગ લાગવાના કારણે મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયેલો હતો. એને લઈ વધુ તપાસ માટે મૃતદેહને ફોરેન્સિક તપાસ અર્થે રાજકોટ ખસેડવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. પોલીસે કારના નંબરના આધારે વાહનમાલિક અને મૃતકની ઓળખ અંગે તપાસ શરૂૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
કારમાં આગ લાગવાની ઘટના અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઇ એન.એમ.ચૂડાસમાએ જણાવ્યું હતું કે “કચ્છ તરફથી આવતી કાર અમદાવાદ તરફ જતા સમયે ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી અને અચાનક આગ લાગી હતી, પરંતુ કોઈ કારણોસર કારચાલક બહાર નીકળી શક્યો નહિ.

જોકે અકસ્માતના લીધે પણ ચાલકનું મોત નીપજ્યું હોઈ શકે છે. જ્યારે અકસ્માત બાદ આગ લાગતાં મૃતક ભડથું થયું હોય એવી પણ શક્યતા છે, પરંતુ આ અંગે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થઈ શકે છે, સાથે જ ટ્રકના નંબર પરથી મૃતક અને તેના પરિવારનોની ઓળખ મેળવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *