ફિન એલને 47 બોલમાં ફટકારી સદી, દિલ્હી સામે KKRની 8 વિકેટે જીત

દિલ્હી કેપિટલ્સે 51 ડોટ બોલ રમ્યા, ફિન એલને 10 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા IPL 2026ની 51મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ દિલ્હી કેપિટલ્સને તેમના જ…

દિલ્હી કેપિટલ્સે 51 ડોટ બોલ રમ્યા, ફિન એલને 10 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા

IPL 2026ની 51મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ દિલ્હી કેપિટલ્સને તેમના જ ઘર આંગણે કારમી હાર આપી છે. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં KKR ના ન્યુઝીલેન્ડના વિસ્ફોટક ઓપનર ફિન એલનની તોફાની બેટિંગે દિલ્હીના બોલરોને લાચાર કરી દીધા હતા. એલનની અણનમ સદીની મદદથી કોલકાતાએ 143 રનનું લક્ષ્ય માત્ર 14.2 ઓવરમાં હાંસલ કરી લીધું હતું અને 8 વિકેટે ભવ્ય જીત હાંસીલ કરી હતી.

મેચની શરૂૂઆતમાં કોલકાતાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેના બોલરોએ સાચો સાબિત કર્યો. દિલ્હી કેપિટલ્સની શરૂૂઆત ઘણી ધીમી રહી હતી. ટીમે તેની ઇનિંગ દરમિયાન કુલ 51 ડોટ બોલ રમ્યા, જે ટી-20 ફોર્મેટમાં હારનું મુખ્ય કારણ બન્યું. પથુમ નિસાન્કાએ 30 બોલમાં 50 રન બનાવી સંઘર્ષ કર્યો હતો, જ્યારે આશુતોષ શર્માએ 39 અને કેએલ રાહુલે 23 રનનું યોગદાન આપ્યું હતું.

જોકે, અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યા નહીં અને દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 142 રન જ બનાવી શક્યું. કેકેઆર તરફથી અનુકુલ રોય અને કાર્તિક ત્યાગીએ ઘાતક બોલિંગ કરતા બે-બે વિકેટ ઝડપી હતી. વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને કેમેરોન ગ્રીને પણ એક-એક સફળતા મેળવી દિલ્હીની કમર તોડી નાખી હતી.
143 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ માટે ફિન એલન કાળ સાબિત થયો. તેણે દિલ્હીના બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું. એલને માત્ર 47 બોલમાં પોતાની IPL કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેની આ ઇનિંગમાં 10 ગગનચુંબી છગ્ગા અને 5 ચોગ્ગાનો સમાવેશ થાય છે. 212.76 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા તેણે KKR માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

બીજા છેડે કેમેરોન ગ્રીને 27 બોલમાં 33 રન બનાવી એલનનો સાથ આપ્યો હતો. દિલ્હી તરફથી માત્ર અક્ષર પટેલ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જ્યારે અન્ય તમામ બોલરો ખર્ચાળ સાબિત થયા હતા. આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે, જ્યારે દિલ્હી માટે હવે આગળની રાહ મુશ્કેલ બની છે. ફિન એલનની આ વિસ્ફોટક ઇનિંગ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે, જેણે મેચને સાવ એકતરફી બનાવી દીધી હતી.

 

પથુમ નિસંકાની 28 બોલમાં તોફાની ફિફ્ટી

દિલ્હીના બેટ્સમેનો KKRના સ્પિન સામે શરણાગતિ સ્વીકારતા દેખાયા, ત્યારે તેમના ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસંકાએ પોતાની પ્રભાવશાળી બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા. દિલ્હીના આ ઓપનરે KKR સામે માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે પથુમ નિસંકા પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી તરત જ આઉટ થઈ ગયો હતો, પરંતુ તેણે એક એવો કારનામો કર્યો જે 13 વર્ષથી IPLમાં જોવા મળે છે. પથુમ નિસંકાની KKR સામેની અડધી સદી સાથે, તેણે એક જ IPLસિઝનમાં બે પચાસથી વધુ સ્કોર કર્યા છે. આ સિદ્ધિ શ્રીલંકાના કોઈ બેટ્સમેન દ્વારા 13 વર્ષમાં પ્રાપ્ત થઈ છે. નિસંકા પહેલા, મહેલા જયવર્ધનેએ 2013 માં બે પચાસથી વધુ સ્કોર કર્યા હતા. જયવર્ધને તે સમયે દિલ્હી માટે પણ રમ્યા હતા અને હવે મુંબઈ ઇન્ડિયન્સના કોચ છે. KKR સામે અડધી સદી ફટકારતા પહેલા, પથુમ નિસંકાએ રાજસ્થાન રોયલ્સ સામે પચાસ ફટકારી હતી. આ બેટ્સમેને 62 રનની ઇનિંગ રમી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *