પાકિસ્તાન-ચીનની મધ્યસ્થીથી બે સપ્તાહના યુધ્ધવિરામ માટે ઈરાન-અમેરિકા-ઈઝરાયલ સહમત
ભીષણ હુમલાની ધમકી વચ્ચે છેલ્લી ઘડીએ નાટ્યાત્મક ઘટનાક્રમ, કાયમી શાંતિ માટે ઈરાનની 10 શરતો
પ્રમાણમાં ગુલ્લક ગણાતા અને આર્થિક બેહાલી તથા આતંકવાદને કારણે વિશ્ર્વ સમુદાયમાં પુરતા બદનામ થયેલા પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા અખાતી યુધ્ધના ત્રણેય પક્ષકાર દેશો અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ બે સપ્તાહના યુધ્ધ વિરામ માટે સહમત થતાં દુનિયા પર લટકતી ત્રીજા વિશ્ર્વયુધ્ધની અને પરમાણુ હુમલાની લટકતી તલવાર જેવી ભયાનક સ્થિતિનો હાલપુરતો તો અંત આવ્યો છે અને હોર્મુઝનો માર્ગ પૂર્વવત ખુલ્લો થવાના સંજોગો ઉજળા થયા છે. અમેરિકાએ હોર્મુઝની સામુદ્રધુની પરથી ઈરાની અંકુશ સંપૂર્ણ ઉઠાવી લેવાની શરતે આ સિઝ ફાયરનો સ્વિકાર કર્યો છે, જ્યારે કે સામે પક્ષે ઈરાને હોર્મુઝને ખોલવા અંગે યુધ્ધ વિરામનો જે સ્વિકાર કર્યો છે એને જ હોર્મુઝ ખોલવાનો સ્વિકાર માનીને અત્યારે બધા ચાલે છે, પરંતુ ઈરાને હોર્મુઝ પર કોઈ સ્પષ્ટ વિધાન કર્યું નથી, જે અંગેનું ચિત્ર આજ સાંજ સુધીમાં સ્પષ્ટ થવાનો અંદાજ છે. હવે ટૂંક સમયમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વાન્સ એક પ્રતિનિધિ મંડળ સાથે પાકિસ્તાનના પાટનગર પહોંચશે અને તેમને સમાંતર ઈરાન અને ઈઝરાયેલના ટોચના પ્રતિનિધિ નેતા-રાજદ્વારીઓ પણ આખરી મંત્રણા માટે પાકિસ્તાન જશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે 8 વાગ્યે (EDT)ની ડેડલાઈન પહેલાં જ ઈરાન સાથે બે અઠવાડિયાના સીઝફાયરની સમજૂતીની જાહેરાત કરી છે. આ સમજૂતીની મુખ્ય શરત છે કે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરત જ અને સંપૂર્ણપણે ખોલી આપવું જોઈએ, જેથી વેપારી જહાજોનું આંતરરાષ્ટ્રીય નૌકાયાન સુરક્ષિત રીતે શરૂૂ થાય.
ટ્રમ્પે પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફના બે અઠવાડિયાના સીઝફાયર પ્રસ્તાવને સ્વીકાર્યો છે.
આ પ્રસ્તાવનો હેતુ યુદ્ધને અસ્થાયી રીતે અટકાવીને બંને પક્ષો વચ્ચે વાસ્તવિક રાજકીય વાતચીત માટે સમય આપવાનો છે. ટ્રમ્પે કહ્યું કે વાતચીત વયફયિંમ ક્ષયલજ્ઞશિંફશિંજ્ઞક્ષતમાં છે અને તેઓ પાકિસ્તાની વડાપ્રધાનને વશલવહુ યિતાયભયિંમ ગણાવ્યા.
ડેડલાઈનના માત્ર કલાકો પહેલાં જ આ બાજી પલટી ગઈ હતી. ઈરાન, ઈઝરાયેલ, અમેરિકા ત્રણેય દેશોએ યુધ્ધ વિરામ સ્વિકાર્યુ હતું. ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જો ઈરાન હોર્મુઝ નહીં ખોલે તો a whole civilization will die tonight અને ઈરાનના પાવર પ્લાન્ટ્સ, બ્રિજ તેમજ અન્ય માળખાને નિશાન બનાવવામાં આવશે. આ ધમકીને પોપ લીઓએtruly unacceptable ગણાવી હતી.
ડેડલાઈન પહેલાં અમેરિકી દળોએ ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર ખાર્ગ આઈલેન્ડ પરના લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા, પરંતુ તેલ સુવિધાઓને ટાળવામાં આવી હતી. તેહરાનમાં એક સિનેગોગ પર અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં નુકસાન થયું હતું, જેના માટે ઇઝરાયેલે collateral damageગણીને ખેદ વ્યક્ત કર્યો છે. ઈરાનના અમીરકાબીર પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં આગ લાગી હતી અને અરાકમાં એક ઔદ્યોગિક યુનિટ પર હુમલામાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા. ગલ્ફ દેશો (યુએઈ, કતાર, બહેરીન)એ ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાઓને અટકાવ્યા હતા અને કુવૈતે નાગરિકોને રાત્રે ઘરમાં રહેવાની સલાહ આપી હતી.
પાકિસ્તાની વિદેશ મંત્રી ઈશાક દારે ઈજિપ્ત, સાઉદી અરેબિયા, તુર્કી અને મોરોક્કો સાથે વાતચીત કરીને મધ્યસ્થીના પ્રયાસો તેજ કર્યા હતા. યુએન સુરક્ષા પરિષદમાં ચીન અને રશિયાએ હોર્મુઝમાં વેપારી જહાજોના રક્ષણ માટેના ઠરાવ પર વીટો નાખ્યો હતો. ઈરાની સરકારે યુવાનોને પાવર પ્લાન્ટ્સની આસપાસ માનવ કેડી બનાવવા અપીલ કરી હતી. અમેરિકી રાજકીય વર્તુળોમાં પણ ટ્રમ્પની ધમકીને લઈને અસમંજસ સ્થિતિ જોવા મળી હતી.
આ સમજૂતીથી તાત્કાલિક મોટા હુમલાઓ અટક્યા છે, પરંતુ હોર્મુઝ ખોલવાની શરત પર ઈરાનની સંમતિ અને આગળની વાતચીતની સફળતા પર જ આખરી શાંતિ આધારિત છે. યુદ્ધે વૈશ્વિક ઊર્જા પુરવઠા અને અર્થતંત્રને ભારે અસર કરી છે અને માનવીય જોખમો વધાર્યા છે.
આ શાંતિ મફતમાં નથી, ઈરાન અને ઓમાન હોર્મુઝ પર ફી વસૂલશે
હોર્મુઝ સ્ટ્રેટ ઓમાન અને ઈરાનના પ્રાદેશિક પાણીમાં આવે છે, છતાં વૈશ્વિક સમુદાય તેને ઐતિહાસિક રીતે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માને છે. પરિણામે, અત્યાર સુધી, કોઈ પણ દેશે તેના જહાજોના પસાર થવા માટે કોઈ ટોલ ચુકવવો પડયો ન હતો. ઈરાન અને ઓમાન હોર્મુઝ પર ફી વસૂલશે; શું તેઓ ભારત પાસેથી પણ વસૂલશે? હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં ફરી ખુલવાની અપેક્ષા છે. યુદ્ધવિરામ પછી, ઈરાને પણ નિર્ધારિત શરતો સાથે તેના કરારનો સંકેત આપ્યો છે. પરિણામે, આ માર્ગ દ્વારા તેલ ટેન્કરોનો માર્ગ ફરી શરૂૂ થવાની તૈયારીમાં છે. જો કે, અહેવાલો સૂચવે છે કે હવે રાષ્ટ્રોએ આ વિશેષાધિકાર માટે માત્ર ઈરાનને જ નહીં પરંતુ ઓમાનને પણ ટોલ ટેક્સ ચૂકવવાની જરૂૂર પડશે. જ્યારે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં વ્યાપકપણે અહેવાલ છે કે આ કર લાદવાનો સમાવેશ યુદ્ધવિરામ કરારની શરતોમાંની એક તરીકે થાય છે. એક પ્રાદેશિક અધિકારીને ટાંકીને, એપી ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે બે અઠવાડિયાના યુદ્ધવિરામ યોજનામાં ફી વસૂલવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ વ્યવસ્થા હેઠળ, ઈરાન અને ઓમાન બંને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે ઈરાન આ ભંડોળનો ઉપયોગ દેશની અંદર પુનર્નિર્માણ અને વિકાસ પ્રોજેક્ટ્સ માટે કરવાનો ઇરાદો ધરાવે છે. જો કે, તે સ્પષ્ટ નથી કે ઓમાન એકત્રિત આવકનો ઉપયોગ કેવી રીતે કરવાની યોજના ધરાવે છે.
સમાધાન માટે ઈરાનની 10 શરતો
(1) અહિંસા પ્રત્યેની પ્રતિબદ્ધતા: બંને પક્ષો ભવિષ્યમાં હિંસા નહીં કરવાના શપથ લેશે.
(2) હોર્મુઝ પર નિયંત્રણ: ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર ઈરાનનું વર્ચસ્વ જળવાઈ રહેવું જોઈએ.
(3) યુરેનિયમ સંવર્ધન: શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમ સંવર્ધનની મંજૂરી.
(4) પ્રાથમિક પ્રતિબંધો: અમેરિકા દ્વારા લાદવામાં આવેલા તમામ મુખ્ય પ્રતિબંધો નાબૂદ કરવા.
(5) દ્વિતીય પ્રતિબંધો: ઈરાન સાથે વેપાર કરતા અન્ય દેશો પરના પ્રતિબંધો પણ હટાવવા.
(6) UNSC ઠરાવો: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઈરાન વિરોધી તમામ પ્રસ્તાવોનો અંત.
(7) બોર્ડ ઓફ ગવર્નર્સ: પરમાણુ એજન્સીના તમામ પ્રતિકૂળ ઠરાવો રદ કરવા.
(8) વળતરની માંગ: યુદ્ધમાં થયેલા નુકસાન માટે ઈરાનને વળતર ચૂકવવું.
(9) સૈન્ય વાપસી: પશ્ચિમ એશિયાના દેશોમાંથી અમેરિકન લડાકુ દળોની સંપૂર્ણ વાપસી.
(10) વ્યાપક યુદ્ધવિરામ: લેબેનોનમાં હિઝબુલ્લાહ સહિતના તમામ મોરચે લડાઈ બંધ કરવી.
