લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ, આજે સાંજથી સ્ટોલ ફાળવણી બંધ

જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળા માટે આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે કુલ 238 સ્ટોલમાંથી…

જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળા માટે આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે કુલ 238 સ્ટોલમાંથી હજુ પણ 120 જેટલા સ્ટોલ ખાલી છે, જેને ભરવા માટે લોકમેળા સમિતિ દ્વારા આજે એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, વેપારીઓ આજે પોતાના ફોર્મ જમા કરાવી શકશે. અગાઉ, જે 21 ધંધાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, તેમની ઓપન હરાજી જૂની કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવી હતી.

આ હરાજીમાં વેપારીઓએ ભાગ લીધો હતો અને તેમને અલગ-અલગ સ્ટોલ ફાળવી દેવામાં આવ્યા હતા. લોકમેળાના નામકરણ માટે લગભગ 3000 જેટલી એન્ટ્રી આવી છે. આ એન્ટ્રીઝમાંથી લોકમેળા સમિતિ દ્વારા સૌથી વધુ પસંદ કરાયેલા નામોની યાદી તૈયાર કરીને કલેક્ટરને આપવામાં આવી છે. ગુરુવાર સાંજ સુધીમાં લોકમેળાનું નામ ફાઇનલ કરીને તેની જાહેરાત કરી દેવામાં આવશે. આ વર્ષે લોકમેળા સમિતિ અને પોલીસ દ્વારા કુલ 17 જેટલા નિ:શુલ્ક પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. અહીં સુચારુરૂૂપથી પાર્કિંગની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ ટીમો પણ બનાવવામાં આવી છે. પાર્કિંગ કરનારા લોકોને પહોંચ પણ આપવામાં આવશે. જોકે, લાઇટિંગ અને કેમેરાના ટેન્ડરમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વધુ ભાવ હોવાના કારણે કોઈ પણ વેપારીએ ટેન્ડર ભર્યું ન હતું, જેથી ફરી એક વખત રિ-ટેન્ડર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *