હુમલાખોરોની ધમકીથી ડરી ગયેલા યુવાને જવલનશીલ પ્રવાહી પીધું : દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
જેતપુરમા ભાદરનાં સામા કાઠે આવેલા નરસંગ ટેકરી વીસ્તારમા રહેતા યુવકનુ અન્ય મહીલા સાથેની વાતનુ કોલ રેકોડીંગ વાયરલ કરવા મુદે આપેલા ઠપકાનો ખાર રાખી દંપતી સહીત ત્રણ શખસોએ દંપતી અને તેનાં પુત્ર પર ઘરમા ઘુસી હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાવડર પી લીધો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરમા ભાદરનાં સામાકાઠે આવેલા નરસંગ ટેકરી વિસ્તારમા રહેતા જગદીશભાઇ પુંજાભાઇ પારઘી (ઉ.વ. 4ર ) તેની પત્ની રીટાબેન અને પુત્ર ધ્રુવ પોતાનાં ઘરે હતા. ત્યારે અશ્ર્વીન વિનુભાઇ વેગડા તેની પત્ની નીતાબેન વેગડા અને શાહરુખ તરખેશા એ ઘરમા ઘુુસી બિભત્સ ગાળો ભાંડી ઢીકા પાટુનો માર માર્યો હતો. અને ઘર પર પથ્થરમારો કર્યો હતો . હુમલાખોર દંપતી સહીત ત્રણેય શખસોએ આપેલી ધમકીથી ડરી ગયેલા જગદીશભાઇ પારઘીએ ઝેરી પાવડર પી લીધો હતો મારામારીમા ઘવાયેલા અને ઝેરી પાવડર પી લેનાર યુવકને સારવાર માટે જુનાગઢ સીવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા જગદીશભાઇ પારઘીનુ મહીલા સાથેનુ કોલ રેકોડીંગ અશ્ર્વીન વેગડાએ વાયરલ કર્યુ હતુ જે અંગે જગદીશભાઇ પારઘીનાં પત્ની રીટાબેને ફોન કરી અશ્ર્વીનભાઇ વેગડાને ઠપકો આપતા ફોનમા બીભત્સ ગાળો ભાંડી તુ ઘરે જ રહેજે હુ અમણા ત્યા આવુ છુ. તેમ કહી અશ્ર્વીન વેગડા પોતાની પત્ની અને મીત્ર સાથે જગદીશ પારઘીનાં ઘરે પહોંચ્યા હતા. અને હુમલો કરી ધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદનાં આધારે જેતપુર પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
