વાંકાનેર પાડધરા ગામે રહેતા અને ખાણ ખનીજનો વ્યવસાય કરતા મહેશ દેવા ઓડેદરા નામના ર3 વર્ષનો યુવાન જામસર ગામે પેપર મીલ બેલાની ખાણમા હતો ત્યારે પ્રવિણ કરમુર, પ્રફુલ ભુવા અને પ્રદિપે બેલાના પથ્થર વડે માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે. આ ઘટના મામલે વાંકાનેર પોલીસમા કાર્યવાહી કરવામા આવી રહી છે. જયારે બીજી ઘટનામા મોટામવામા કદમ્બ હાઇટસમા રહેતા રમેશ ચનાભાઇ ઓડેદરા નામના વેપારીએ કુવાડવાના જીગર પ્રવિણ કરમુર સામે ફરીયાદ નોંધાવી છે.
આ ફરીયાદમા રમેશભાઇએ જણાવ્યુ હતુ કે તેઓ ખાણ ખનીજનો ધંધો કરે છે. ગઇ તા. 15 ના રોજ બે નંબરમાથી 4 કોલ આવ્યા હતા તેઓએ રીસીવી કર્યા ન હતા ત્યારબાદ તેઓએ ઘરે આવી ફ્રી થઇને સામો કોલ કરતા તેમણે બિભત્સ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આ કોલ કરનાર પ્રવિણ કરમુરનો પુત્ર જીગર હોવાનુ જાણવા મળ્યુ હતુ અને આ પ્રવિણ કરમુર ખનીજને લગતુ કામ કરતા હોય જેથી ધંધાની હરીફાઇને લઇ માથાકુટ કરી હતી. આ મામલે તાલુકા પોલીસે ફરીયાદ નોંધી હતી.
