શહેરની ભાગોળે મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતો રીક્ષા ચાલક અનિલ જયંતિભાઈ વીજવાડીયા નામનો યુવાન આજે સવારે બેડી ચોકડી ટ્રાફીક પોલીસ ચોકી પાસે હતો ત્યારે દિલીપ ઉર્ફે જીગ્નેશે ધારદાર હથિયાર વડે માથાનાભાગે તથા મોંઢામાં માર માર્યો હતો. અનિલના જણાવ્યા મુજબ, આરોપી જીગ્નેશને તેની પત્ની સાથે આડા સંબંધ હોય જે બાબતે એક વર્ષથી તેને સંબંધ ન રાખવાનું કહેતો હોવા છતાં તે સંબંધ રાખતો હોવાથી સમજાવવા જતાં માર માર્યો હતો.
જ્યારે સામાપક્ષે ભગવતીપરામાં રહેતો ઈકો ચાલક જીગ્નેશ લાખાભાઈ ગોહેલ આજે સવારે ઉપરોકત જગ્યાએ હતો ત્યારે અનિલે ઝઘડો કરી છરી વડે હુમલો કરતાં તેનો કાન કપાઈ ગયો હતો. આ મારામારીમાં બન્ને યુવાનો ઘવાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
