સરપદળમાં ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ધોકા અને લાકડી વડે ધીંગાણું થતાં ફઈ-ભત્રીજાને ઈજા થઈ હતી. પડધરી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભારતીબેન રાજુભાઈ દેત્રોજા ગઈકાલે રાત્રે 8 વાગ્યાં આસપાસ ઘર પાસે હતી.
ત્યારે ભત્રીજા અશ્ર્વિન, વિશાલ, ભરત અને તેની સાથેના લોકોએ લાકડી વડે માર મારતા માથે અને શરીરે ઇજા થઈ હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ભારતીબેન ના પતિ રાજુભાઈ ભંગારનો વેપાર કરે છે તેને સંતાનમાં ચાર દીકરા અને બે દીકરી છે.
સામેવાળા તેમના ભત્રીજા એટલે કે ભાઈના દીકરા છે. ભાયુ કોઈ કારણે ઝઘડો કરતા હતા ત્યારે ભારતીબેન વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. સામે પક્ષે વિશાલ ભરતભાઈ ડાભી રાત્રે 8 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતો ત્યારે સામાવાળા આશિક તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને લાકડાના ધોકા વડે માર મારતા માથે અને શરીરે ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો વિશાલ ભંગારનો વેપાર કરે છે. પોલીસે ઈજાગ્રસ્તોનું નિવેદન લેવા તજવીજ કરી હતી.
