જંગલેશ્ર્વરમાં ઉત્સવ: દિવાળી-ઇદ જેવી ઉજવણીનો માહોલ

ડિમોલિશનને હાઇકોર્ટે બ્રેક મારતા 20 હજાર રહેવાસીઓમાં હાશકારો, લોકો એકબીજાને ભેટી રડી પડયા, મુશ્કેલ સમયમાં હિંદુ-મુસ્લિમ એકતાના દર્શન રાજકોટના આજી કાંઠા વિસ્તારના જંગલેશ્ર્વર સહીત સરકારી…

ડિમોલિશનને હાઇકોર્ટે બ્રેક મારતા 20 હજાર રહેવાસીઓમાં હાશકારો, લોકો એકબીજાને ભેટી રડી પડયા, મુશ્કેલ સમયમાં હિંદુ-મુસ્લિમ એકતાના દર્શન

રાજકોટના આજી કાંઠા વિસ્તારના જંગલેશ્ર્વર સહીત સરકારી જમીનમાં વર્ષોથી ઉભેલી પાંચ સોસાયટીના કુલ 1358 પરિવારોને દબાણો હટાવીલેવા કલેકટરે આપેલી નોટીસોને હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવતા છેલ્લા એક માસથી ઉચ્ચક જીવે જીવતા 20 હજાર જેટલા લોકોએ હાશકારો અનુભવ્યો છે અને ગઇકાલે સાંજે આ વિસ્તારમાં દિવાળી અને ઇદની એક સાથે ઉજવણી જેવો માહોલ સર્જાયો હતો. આશરો બચી જતા હિંદુ-મુસ્લિમોએ સાથે મળીને ઉજવણી કરી હતી. મસ્જીદ અને મંદિરોમાં સાથે મળીને દુઆ-પ્રાર્થના કરવામાં આવી હતી. અનેક લોકો હર્ષના માર્યા એકબીજાને ભેટીને રડી પડયા હતા.

મુશ્કેલ સમયમાં હિંદુ-મુસ્લિમ વાદ ભુુલીને સૌએ એક-બીજાને સધિયારો આપ્યો હતો. તેના કારણે જંગલેશ્ર્વર સહીતની પાંચ સોસાયટીમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા અને સાચા ભારતના દર્શન થયા હતા. ત્યારે ‘વાદ-વિવાદ’ ઉભો કરવા પ્રયાસો કરતા તત્વોને તમતમતો તમાચો પડયો છે. આ વિસ્તારમાં 65 ટકા હિંદુ અને 35 ટકા મુસ્લિમ વસતી છે. પરંતુ માત્ર મુસ્લિમો જ રહેતા હોય તેવું ચિત્ર ઉભ કરાયું હતું. હાઇકોર્ટે રાહત આપતા ઘર વખરી ભરીને અન્ય વિસ્તારમાં જતા રહેલા લોકો પણ સર-સામાન સાથે પરત ફર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *