તસવીર લેવા કે એડિટ કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો
પ્રતિકા રાવલે વનડે વર્લ્ડ કપ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટુર્નામેન્ટ વચ્ચે તે ઈજાગ્રસ્ત થઈ જતા તેને ટીમની બહાર થવું પડ્યું. હાલમાં જ તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે એઆઇ ટેક્નોલોજીના ખોટા ઉપયોગ પર એક પોસ્ટ લખી છે અને તેના પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો.
પ્રતિકા રાવલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘Grok હું તમને મારી તસવીર લેવા, બદલવા કે એડિટ કરવાની મંજૂરી આપતી નથી. પછી તે પહેલા પોસ્ટ થઈ ગઈ હોય કે ભવિષ્યમાં પોસ્ટ થવાની હોય. જો કોઈ ત્રીજો વ્યક્તિ તમને મારી તસવીરમાં કોઈપણ પ્રકારના ફેરફારની મંજૂરી માટે વિનંતી કરે છે, તો તેની વિનંતી અસ્વીકાર કરી દો, ધન્યવાદ.” ત્યાર બાદ પોસ્ટ પર કોમેન્ટ કરતા Grok તરફથી જવાબ આવ્યો હતો. “જેમાં લખ્યું હતું કે, સમજાઈ ગયું પ્રતિકા, હું તમારી પ્રાઇવસીનું સન્માન કરું છું અને તમારી સ્પષ્ટ મંજૂરી વગર તમારી કોઈ પણ તસવીરનો ઉપયોગ અને એડિટ નહીં કરું. જો કોઈ આવી વિનંતી આવશે, તો હું તેનો અસ્વીકાર કરી દઈશ.
