મિર્ઝાપુર: ધ ફિલ્મમાં ગુડ્ડુભૈયાના રોલમાં જોવા મળશે અલી ફઝલ

મિર્ઝાપુર: ધ ફિલ્મ માંથી ગુડ્ડુભૈયાના રોલમાં અલી ફઝલનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. અભિનેતા અલી ફઝલ ‘મિર્ઝાપુર: ધ ફિલ્મ‘માં જોવા મળવાનો છે. હવે તેના ચાહકો…

મિર્ઝાપુર: ધ ફિલ્મ માંથી ગુડ્ડુભૈયાના રોલમાં અલી ફઝલનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. અભિનેતા અલી ફઝલ ‘મિર્ઝાપુર: ધ ફિલ્મ‘માં જોવા મળવાનો છે. હવે તેના ચાહકો માટે સરસ સમાચાર એ છે કે અલી ફઝલ જે કેરેક્ટરમાં જોવા મળવાનો છે તે છે ગુડ્ડુભૈયા. અલી ફઝલનો ગુડ્ડુભૈયા તરીકેનો ફર્સ્ટ લૂક રીલીઝ કરાયો છે. ફિલ્મ આવે એની પહેલા તો આ ફર્સ્ટ લૂક બતાવતા વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

આ સાથે જ તે ભારતીય મનોરંજન ઉદ્યોગમાં આ એક ઐતિહાસિક ક્ષણ પણ ગણી શકાય કારણ કે મિર્ઝાપુર સંપૂર્ણ સિનેમેટિક ફિલ્મની દુનિયામાં પ્રવેશ કરનારી ભારતની પ્રથમ વેબ સિરીઝ બની છે.

આ ફિલ્મનું શૂટિંગ હાલમાં રાજસ્થાનના જેસલમેરમાં ચાલી રહ્યું છે. અભિનેતા અલી ફઝલ દ્વારા તાજેતરમાં જ એક શોર્ટ પણ જબરદસ્ત વીડિયો શેર કરવામાં આવ્યો છે. અને આ વિડીયોમાં સેટ પર ગુડ્ડુભૈયાના મૂવ્સ જોવા મળી રહ્યા છે. આ મૂવ્સ જે અભિનેતાની ઓળખાણ બની ગયા છે. એટલે જ કોઈ સંવાદ વગર પણ અભિનેતાની દમદાર હાજરીએ લોકોને મોજ કરાવી દીધી છે.

પોતાનો આનંદ શેર કરતાં અલી ફઝલે જણાવ્યું હતું કે, “ગુડ્ડુભૈયાની દુનિયામાં ફરી એકવાર પ્રવેશવું મારા માટે ખૂબ જ રોમાંચકારી છે.આ પાત્રમાં અજબ પ્રકારનો દમ છે. એમાં એવું મૌન છે જે શબ્દો કરતાં વધુ બોલકું છે. જેસલમેરમાં આ ફિલ્મની શૂટિંગથી વાર્તાને નવો રંગ મળ્યો છે અને આ માત્ર એક નાનકડી ઝલક છે. હજી ઘણું આવવાનું બાકી છે. હું તેને મોટા પડદા પર દર્શકોને બતાડવા માટે ખૂબ જ એક્સાઈટેડ છું”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *