જામનગરમાં 14 જેટલી ગાડીઓ ભાડેથી લીધા બાદ ગીરવે મૂકી દઈ પિતા-પુત્ર છૂમંતર

પોલીસે પિતા-પુત્ર સામે ચીટિંગનો ગુનો નોંધી બંનેને શોધી કાઢ્યા: આઠથી વધુ ગાડીઓ કબજે, અડધા કરોડથી વધુનું ચીટિંગ જામનગરના ગુણાતીતાનંદ નગરમાં રહેતા સતવારા પિતા પુત્રનું કાર…

પોલીસે પિતા-પુત્ર સામે ચીટિંગનો ગુનો નોંધી બંનેને શોધી કાઢ્યા: આઠથી વધુ ગાડીઓ કબજે, અડધા કરોડથી વધુનું ચીટિંગ

જામનગરના ગુણાતીતાનંદ નગરમાં રહેતા સતવારા પિતા પુત્રનું કાર ભાડેથી ચલાવવા માટે લઈ જઇ ચીટીંગ કર્યાનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. જામનગરના એક યુવાન અને તેના અન્ય પરિચિતોની 14 જેટલી ગાડીઓ ભાડેથી ફેરવવા માટે લીધા બાદ તમામ વાહનો ગીરવે મૂકી દઈ પિતા પુત્ર છું મંતર થઈ ગયા હતા.

આથી પોલીસે પિતા પુત્ર સામે ચીટીંગ નો ગુનો નોંધી બંનેને શોધી કાઢ્યા છે, અને આઠથી વધુ ગાડીઓ કબજે કરી લેવાઇ છે. અને અંદાજે અડધા થી પોણા કરોડનું ચીટીંગ કર્યા નું સામે આવી રહ્યું છે. જામનગર શહેરમાં વિશ્વાસઘાતનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ભાડે રાખેલી ગાડીઓ સાથે આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ્રુવરાજસિંહ જાડેજા નામના યુવાનની ફરિયાદના આધારે ગુણાતીતાનંદ નગરમાં રહેતા અને વાહનો ભાડેથી ચલાવવા માટેની ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા સંજયભાઈ નકુમ અને તેના પિતા રણમલભાઈ કુરજીભાઈ નકુમ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ આરોપીઓએ કેટલીક ગાડીઓ ભાડેથી ચલાવવા માટે વિશ્વાસમાં લઈને કુલ 14 ગાડીઓ તથા આશરે રૂ. 5.10 લાખ રૂપિયા લઈને ફરાર થઈ જઈ વિશ્વાસઘાત કર્યો હતો.

આ બનાવ અંગે પોલીસે બી.એન.એસ. કલમ 316(2) તથા 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને સીટી સી ડિવિઝન ના પી.આઇ. પી.કે. ડાભી તેમજ તેઓની ડી. સ્ટાફ ની ટીમે ઊંડાણપૂર્વકની તપાસના અંતે પિતા પુત્રને ઝડપી લીધા છે, અને તેઓ દ્વારા ભાડે ચલાવવા માટે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી મેળવેલી 14 ગાડીઓ પૈકીની 8 ગાડી કબજે કરી લીધી છે, અને હાલ સીટી સી. ડિવિઝન પોલીસમાં મૂકી રાખી છે.

પોલીસ દ્વારા આ મામલમમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોપી પિતા પુત્ર એ વાહનો ભાડે ચલાવવાના બહાને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી કાર મેળવી લીધા બાદ ભાડું ચૂકવ્યું ન હતું, અને હજુ કંપનીમાંથી ભાડાની રકમ આવી નથી, તેવા બહાનાઓ બતાવીને મોટાભાગની કાર જામનગરના અલગ અલગ વ્યક્તિઓ પાસે ગીરવે મૂકી દીધી હતી, અને તેના ઉપર 10 ટકા થી 30 ટકા સુધીની રકમ વ્યાજે મેળવી લીધી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.

પિતા પુત્ર દ્વારા હાલ 14 વાહનો ભાડે ચલાવવાના બહાને લોકો પાસેથી મેળવી લેવાયા હોવાનું જાહેર થયું છે પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં 25 થી પણ વધુ કાર ભાડેથી ચલાવવાના બહાને મેળવી લઈને રફુચક્કર થઈ ગયા હોવાનું અને અંદાજે અડધાથી પોણા કરોડ રૂપિયાનું ચીટીંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. અને નજીકના ભવિષ્યમાં જ આ મામલામાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય તેમ મનાઈ રહ્યું છે, ઉપરાંત વધુ ફરિયાદ પણ નોંધાવાઈ શકે છે.

ચીટિંગ કરનારા પિતા-પુત્ર રાજકોટ રેન્જ આઈજી સમક્ષ વ્યાજખોરોનીની ફરિયાદ કરવા પહોંચ્યા ચીટર સાબિત થયા
જામનગરમાં ગુણાતિતાનંદ નગરમાં રહેતા સતવારા પિતા પુત્ર કે જેઓ દ્વારા કાર ભાડેથી મેળવી લઈ મોટુ ચીટીંગ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. જો અનેક લોકોની કાર ભાડેથી મેળવવા માટે લઈ ગયા બાદ છું મંતર થયા હતા, અને રાજકોટમાં આઈજી સમક્ષ વ્યાજ વટાવની ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેઓ પોતે જ મીટીંગ કરીને ભાગ્યા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. જોકે પોલીસે જામનગરના ચાર વ્યાજખોરો સામે રૂપિયા 21 લાખનું રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે પણ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *