ગોંડલમાં પિતા-પુત્ર અને પૌત્રી ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી હુમલો

ગોંડલમાં રહેતા દલિત યુવક અને તેના પિતા તેમજ પુત્રી ઉપર પત્ની અને રાજકોટ રહેતા ત્રણ શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ…

ગોંડલમાં રહેતા દલિત યુવક અને તેના પિતા તેમજ પુત્રી ઉપર પત્ની અને રાજકોટ રહેતા ત્રણ શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગોંડલ ભગવતપરા શેરી નંબર 25/16માં રહેતા સાહિલ ઉર્ફે કોકો ચંદુભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં તેની પત્ની રેશમા સંધી તેમજ રાજકોટના જંગલેશ્વરમાં રહેતા આફતાફ સંધી અને બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ સાહિલે દસેક વર્ષ પહેલા ચોરડી ગામે રહેતા રફીકભાઈ જુણેજાની દીકરી ફુલસમ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેનાથી સંતાનમાં એક દીકરી જેનસી છે. પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ જતા ચારેક વર્ષ પહેલા રાજકોટ જંગલેશ્વર રહેતી રેશ્મા સંધિ સાથે એક બીજાને સહમતિથી મૈત્રી કરાર કર્યા હતા જેનાથી સંતાનમાં એક દીકરી ધ્યાની છે અને બીજી 5ત્ની રેશમા સાથે અણબના બનતા તે મહિના દિવસ પહેલા રાજકોટ રિસામણે જતી રહી હતી અને ત્રણેક દિવસ પહેલા તેને તેડી લાવેલ હતો.

ગઈકાલે ફરીથી પત્ની સાથે બોલાચાલી થતા પત્ની રેશમાને રાજકોટ મુકવા જવા નીકળ્યો ત્યારે રેશમાએ રસ્તામાં અફતાબને ફોન કરી મારો પતી મને મુકવા આવે છે તેને જીવતો નો રહેવા દેતો તુ એને મારી નાખજે તેમ ફોનમાં વાત કરતા સાહિલે પત્નીને રસ્તામાંજ ઉતારી ઘરે આવી ગયો હતો. સાંજે સાહિલ તેમજ પિતા ચંદુભાઈ તથા દિકરી જેન્સી ઘરે હતા ત્યારે રાજકોટ જંગલેશ્વર ખાતે રહેતો આફતાફ સંધી અને તેની સાથે બે અજાણ્યા માણસો એક્ટી વા મોટરસાઈકલ લઈને ઘરે આવેલ અને સાહિલ તેમજ તેના પિતા અને પુત્રીની આંખોમાં સ્પ્રે છાંટી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી હતી. દેકારો થતા બાજુમા રહેતા કાકા સુનીલભાઈ દેશા ભાઈ સોંલકી તથા કાકી કુસુમબેન સોંલકી તથા સાગર બાબુભાઈ બાબરીયા આવી જતા આ લોકો ભાગી ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે ગોંડલ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *