કચ્છના માંડવીમાં સગીર પુત્રીના આપઘાતના બનાવમાં પિતાને આજીવન કેદ

આજથી પાંચેક વર્ષ પૂર્વેના માંડવીના ચકચારી અને સમાજ માટે શર્મસાર કરતા બનાવમાં પિતાએ જ સગીર પુત્રી પાસે બીભત્સ માગણી કરતાં પિતાનાં 0આ કૃત્યથી તંગ આવી…

આજથી પાંચેક વર્ષ પૂર્વેના માંડવીના ચકચારી અને સમાજ માટે શર્મસાર કરતા બનાવમાં પિતાએ જ સગીર પુત્રી પાસે બીભત્સ માગણી કરતાં પિતાનાં 0આ કૃત્યથી તંગ આવી સગીરાએ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. પાપી પિતાનાં આ કૃત્ય સબબ ભુજની ખાસ અદાલતે ધાક બેસાડતો ચુકાદો આપી આ નિર્દય પિતા આરોપી કમલેશ પરષોત્તમ કસ્ટાવાલાને આજીવન સખત કેદ તથા રૂૂા. એક લાખનો દંડ ફટકાર્યો છે. સમાજ માટે કલંકરૂૂપ અને ચકચારી એવા આ બનાવની વિગતો મુજબ માંડવીના દીવાદાંડી પાસે રહેતો અને ઓમાનમાં કામધંધો કરતો આરોપી કમલેશ પરસોત્તમ કષ્ટાવાલા (ઉ.વ. 47) પોતાનાં ઘરે માંડવી અવાર-નવાર આવતો-જતો હતો.

આ દરમ્યાન તેણે પોતાની 17 વર્ષની સગીર દીકરી સાથે વીડિયોકોલ તથા રૂૂબરૂૂમાં અશ્ર્લીલ – બીભત્સ વાતો કરી માનસિક ત્રાસ આપતો હતો અને બીભત્સ – અયોગ્ય માગણીઓ મૂકી હતી. પિતાનાં આ કૃત્યથી તંગ આવીને દીકરીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તા. 20/9/2021ના માંડવી પોલીસ મથકે મરવા મજબૂર કર્યા અંગે સહિતની કલમો તળે આરોપી કમલેશ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે-તે સમયના તપાસ અધિકારી પી.આઇ. આર. સી. ગોહિલ દ્વારા પૂરતા પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી.

ટ્રાયલ દરમ્યાન પીડિતા સગીરા હોવાનું સામે આવતાં કલમમાં સુધારો થયો હતો. આ કેસ ભુજના સ્પે. જજ જે.એ. ઠક્કરની અદાલતમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે 17 દસ્તાવેજી પુરાવા તથા 10 સાક્ષી તપાસી આરોપી કમલેશને તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદની સજા તથા રૂૂા. એક લાખનો દંડ ફટકાર્યો છે અને ભોગ બનનારની માતાને રૂૂા. પાંચ લાખનું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.એ ભલામણ કરવા હુકમ કર્યો છે. ફરિયાદ પક્ષે મુખ્ય સરકારી વકીલ એચ. બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *