રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીકરીને રીસેપ્શનમાં લેવા પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું

દીકરી વહાલનો દરિયો એ કહેવત ને બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના નાગનેશ ગામે સાર્થક થતી જોવા મળી હતી. પટેલ પરિવારની દીકરીના પિતાએ ધંધુકાના રંગપુરથી અંદાજીત 50…


દીકરી વહાલનો દરિયો એ કહેવત ને બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના નાગનેશ ગામે સાર્થક થતી જોવા મળી હતી. પટેલ પરિવારની દીકરીના પિતાએ ધંધુકાના રંગપુરથી અંદાજીત 50 કિમી રાણપુરના નાગનેશ ગામે દીકરીને રીસેપ્શન માટે તેડવા હેલિકોપ્ટર મોકલ્યું હતું.નાગનેશ ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટર આવતાં આખું ગામ હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યું હતું.22 નવેમ્બરના રોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે ગાંધીનગરમાં રહેતા પટેલ પરિવારની દીકરીના લગ્ન થયા હતા. દીકરીના પિતાએ દીકરીના લગ્નનું રિસેપ્શન તેમના મૂળ વતન ધંધુકા પાસે રંગપુર ગામે રાખ્યું છે. ત્યારે દીકરી અને જમાઈને રિસેપ્શનમાં આવવા માટે પિતાએ રંગપુરથી નાગનેશ અંદાજીત 50 કિમીના અંતર માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું. આ હેલિકોપ્ટર દીકરી જમાઈને લેવા રાણપુરના નાગનેશ ગામે આવતાં ગ્રામજનોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ખૂબ મોટી સંખ્યા ગામલોકો હેલિકોપ્ટરને જોવા ઉમટ્યા હતા.


જાણવા મળતી વિગત મુજબ દીકરીના પિતા સંદિપભાઈ રઘુભાઈ પટેલ મૂળ ધંધુકા પાસે આવેલા રંગપુર ગામના વતની છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે રહે છે અને ક્ધસ્ટ્રક્શનનું કામ કરે છે. તેઓની પોતાની માલિકીના 2 પેટ્રોલ પંપ પણ ગાંધીનગરમાં આવેલા છે. ગત 22/11/2024ના રોજ દીકરી પલ્લવીના લગ્ન ગાંધીનગર ખાતે જ યોજવામાં આવ્યા હતા. જો કે, પિતાની પહેલેથી જ ઈચ્છા હતી કે રીસેપ્શન તેમના મૂળ વતનમાં રાખવામાં આવે. તેથી જ આજે દીકરીને રીસેપ્શન પર બોલાવવા માટે તેના સાસરીયે હેલિકોપ્ટર મોકલ્યું હતું.ભૂતકાળમાં દીકરીને સાપનો ભારો, પિતા પર બોજ માનવામાં આવતી હતી. ત્યારે આજના આધુનિક યુગમાં દીકરા સમોવડી દીકરી પ્રત્યે પિતાના અતુટ પ્રેમનો અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. આજે 10,000ની વસ્તી ધરાવતા નાના એવા ગામ નાગનેશ કે જ્યાં દીકરીના લગ્ન થયા છે.


ત્યાંથી સાસરામાંથી દીકરીને પીયરમાં રિસેપ્શન માટે તેડવા માટે પિતાએ રંગપુરથી હેલિકોપ્ટર મોકલ્યું હતું. પિતાએ રંગપુરથી નાગનેશ સુધી અંદાજીત 50 કિમીના અંતર માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું. દીકરી પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો હતો. લગ્ન વિદાય પછી પણ પિતા તરીકેની પોતાની જવાબદારી અને ખરા અર્થમાં નસ્ત્રપાપા કી પરીસ્ત્રસ્ત્રતરીકે ઉછેર કર્યો છે. આમ દીકરીને પિતાનો અપાર પ્રેમ આજના દિવસે વ્યક્ત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *