વાજડીમાં પિતાએ રખડવાની ના પાડી સમયસર ઘરે આવવાનું કહેતા પુત્રએ ફિનાઇલ પી લીધુ

શહેરની ભાગોળે આવેલા વાજડી ગામે રહેતા યુવકને પિતાએ મિત્રો સાથે રખડવાની ના પાડી સમયસર ઘરે આવવાનુ કહેતા યુવાને ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડા…

શહેરની ભાગોળે આવેલા વાજડી ગામે રહેતા યુવકને પિતાએ મિત્રો સાથે રખડવાની ના પાડી સમયસર ઘરે આવવાનુ કહેતા યુવાને ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાજડી ગામે રહેતા સાગર લાલજીભાઇ બગડા (ઉ.વ.19)ને તેના પિતા લાલજીભાઇ રાત્રીના સમયે મિત્રો સાથે નહીં રખડવા અને સમયસર ઘરે આવી જવા મુદ્દે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા સાગર બગડાએ ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં ખોખડદળ ગામે રહેતી પૂનમબેન દિપકભાઇ વાળા નામની 22 વર્ષની યુવતીએ પોતાના ઘરે અને સદર બજાર ઠક્કરબાપા હરીજનવાસમાં રહેતા ધવલ જગદીશભાઇ નારોલા (ઉ.વ.26)એ એસ્ટ્રોન ચોકમાં કોઇ અગમ્ય કારણસર ફિનાઇલ પી લીધુ હતું. યુવતી અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *