હળવદમાં પુત્ર વિરહના આઘાતથી પિતાનું હાર્ટએટેકથી મોત : 7 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદ તાલુકાના શક્તિ નગર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ભટ્ટ નામના 40 વર્ષીય યુવાનને સંતાનના 7 દીકરીઓ હતી થોડા દિવસ પહેલા જ પુત્રનો…

હળવદ તાલુકાના શક્તિ નગર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ભટ્ટ નામના 40 વર્ષીય યુવાનને સંતાનના 7 દીકરીઓ હતી થોડા દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો પરિવાર પુત્રના જન્મની ખુશી ઊજવે તે પહેલા અધૂરા માસમાં પુત્રનો જન્મ થયો હોવાથી પુત્રનું મોત થતા પરિવાર શોકમાં હતો ઘટના બાદ ભાવેશભાઈ ફરી રાબેતા મુજબ જિંદગી જીવવા પ્રયાસ કર્યો હતો પણ પુત્રના મોતનું દુ:ખ તેનાથી સહન ન થયું અને આઘાતમાં સરી પડ્યા હોય અને ગઈ કાલે સાંજે મજૂરીથી ઘરે પરત ફરતી વખતે રસ્તામાં હાર્ટ એટેક આવ્યો હતો અને ભાવેશભાઈ નું પણ અવસાન થતા ભટ્ટ પરિવાર પર જાણે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ બની હતી. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

7 દીકરીઓએ પિતાની છાયા ગુમાવતા નોધારી બની ગઈ હતી. દીકરીઓએ પણ માટે થોડા દિવસના ગાળામાં એક નો એક ભાઈ અને પિતા ગુમાવતા જાણે તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય તેવી સ્થિતિ બની હતી.આવી વિકટ સ્થિતિમાં દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી પુત્રની ફરજ પૂરી કરવા પ્રયાસ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *