રાણપુરના કેરીયાણામાં પુત્રના ટ્રેકટર પરથી ગબડી પડેલા પિતાનું મોત

ખેતી કામ કરતી વધતે પ્રૌઢ ટ્રેકટરમાં પાછળ બેઠા’તા; પરિવાર શોકમગ્ન રાણપુરના કેરીયાણા ગામે ખેતીકામ કરતાં પુત્રના ટ્રેકટર પાછળ બેઠેલા પ્રૌઢ અકસ્માતે ગબડી પડયા હતાં. ગંભીર…

ખેતી કામ કરતી વધતે પ્રૌઢ ટ્રેકટરમાં પાછળ બેઠા’તા; પરિવાર શોકમગ્ન

રાણપુરના કેરીયાણા ગામે ખેતીકામ કરતાં પુત્રના ટ્રેકટર પાછળ બેઠેલા પ્રૌઢ અકસ્માતે ગબડી પડયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાણપુરના કેરીયાણા ગામે રહેતાં વિક્રમભાઈ મધુભાઈ ગાબુ નામના 45 વર્ષના પ્રૌઢ પાંચ દિવસ પૂર્વે સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં હતાં ત્યારે ટ્રેકટર પરથી અકસ્માતે નીચે પટકાયા હતાં.

પ્રૌઢને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રૌઢ બે ભાઈ ત્રણ બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

પુત્ર જીગ્નેશ ગાબુ વાડીએ ટ્રેકટર ચલાવતો હતો ત્યારે વિક્રમભાઈ ગાબુ પુત્રના ટ્રેકટર પાછળ બેઠા હતાં તે દરમિયાન અકસ્માતે ગબડી પડતાં ગંભીર ઈજા પહોંચવાના લીધે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે રાણપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *