તારા ભત્રીજાના આપઘાત પ્રકરણમાં અમારા ખોટા નામ કેમ આપ્યા કહી આધેડ પર પિતા-પુત્રનો હુમલો

રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા રાજકોટ-મોરબી હાઇવે પર ગત તા.9ના રોજ બપોરના સમયે બાપદાદાની જમીન તથા ભત્રીજાના આપઘાત મામલે ચાલી રહેલા જૂના મનદુ:ખને કારણે…

રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા રાજકોટ-મોરબી હાઇવે પર ગત તા.9ના રોજ બપોરના સમયે બાપદાદાની જમીન તથા ભત્રીજાના આપઘાત મામલે ચાલી રહેલા જૂના મનદુ:ખને કારણે એક ગંભીર બનાવ બનવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રતનપર ગામના રહેવાસી અને વ્યવસાયે વેપારી મંછાભાઈ પાંચાભાઈ શિયાળ જ્યારે દૂધ વિતરણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા આઈ.ઓ.સી. પ્લાન્ટ પાસે તેમના સગા ભાઈ ભાવેશભાઈ તથા કાકા-મોટાના ભાઈઓ વચ્ચે જૂના વિવાદને લઈને બોલાચાલી ચાલી રહી હતી. આ ઘટના અંગે પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓ દ્વારા બાપદાદાની જમીનના પ્રશ્ને તેમજ ફરિયાદીના ભત્રીજા કાળુભાઈ મચ્છાભાઈ દ્વારા અગાઉ કરવામાં આવેલા આપઘાત મામલે ખોટા નામ આપવા બાબતે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી.

જમીન વિવાદ અને આપઘાતના ખોટા આક્ષેપોને લઈને આરોપી લધાભાઈ આંબાભાઈ સિંધવે ફરિયાદીના સગા ભાઈ ભાવેશભાઈ સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂૂ કર્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બોલાચાલી અને ગાળાગાળી કરતા અટકાવવા માટે જ્યારે મંછાભાઈ વચ્ચે પડયા અને બંને પક્ષોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા આરોપી લધાભાઈના પુત્ર રવિભાઈએ પોતાની પાસે રહેલી લાકડાના હાથાવાળી કુહાડીથી માથાના ડાબી બાજુ કાનની ઉપર વાગતા તેઓ લોહીલુહાણ થઈને જમીન પર ફસડાઈ પડયા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી.

આ લોહિયાળ હુમલા બાદ ઈજાગ્રસ્ત મંછાભાઈને તેમના ભાઈ ભાવેશભાઈ દ્વારા તાત્કાલિક ખાનગી વાહન મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબો દ્વારા મંછાભાઈની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી, જેમાં માથાના ભાગે ડાબી બાજુ કાનની ઉપર આશરે ચારેક ટાંકા આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર અને રજા મળ્યા બાદ ઈજાગ્રસ્ત મંછાભાઈએ પોતાના પરિવારજનો સાથે રૂૂબરૂૂ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. મંછાભાઈ શિયાળની આ ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી લધાભાઈ આંબાભાઈ, રવિભાઈ લધાભાઈ સિંધવ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂૂ કરી છે. આ પ્રકરણમાં વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ નારણભાઈ શિરોળીયાને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *