રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે ભયાનક ટક્કર થતાં અકસ્માત થયો હતો. . આ અકસ્માતમાં 3 યુવાનોના મોત થયાં છે. જયારે 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રાત્રીના 10:30 વાગ્યાની આસપાસ ગીર સોમનાથ- ઉના નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત ડોળાસા પાસે બન્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 4 યુવાનોમાંથી 3ના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ મૃતક ત્રણેય યુવકોને કોડીનારને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.