કોલાપુરમાં ખેડૂતોના આંદોલનથી 120 કિ.મી.નો જામ, 1500 ટ્રકો ફસાઇ

દિવાળીના તહેવાર સમયે જ પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીના નેતૃત્વમાં ખેડૂતોએ શેરડીના ભાવ પ્રતિ ટન ₹4500 આપવાની માંગ સાથે આંદોલન શરૂૂ કર્યું છે. આ આંદોલનને કારણે…

દિવાળીના તહેવાર સમયે જ પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીના નેતૃત્વમાં ખેડૂતોએ શેરડીના ભાવ પ્રતિ ટન ₹4500 આપવાની માંગ સાથે આંદોલન શરૂૂ કર્યું છે. આ આંદોલનને કારણે પૂણે-બેંગલુરુ નેશનલ હાઈવે (NH-48) ગુરુવારે સતત ત્રીજા દિવસે પણ ઠપ્પ રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શનથી સતારા જિલ્લાના નાગઠાણેથી લઈને કોલ્હાપુરના સાંગલી ફાટા સુધીનો લગભગ 120 કિલોમીટરનો રસ્તો પ્રભાવિત થયો છે.

હાઈવે બંધ થવાથી અનેક ભારે વાહનો રસ્તામાં જ અટવાઈ ગયા છે, જ્યારે નાના વાહનોને અન્ય રસ્તે વાળવામાં આવતા બાયપાસ અને ગ્રામીણ રસ્તાઓ પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ કારણે કોલ્હાપુર, સાંગલી, સતારા અને બેલગાવી તરફ મુસાફરી કરી રહેલા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દિવાળી ઉજવવા પોતાના વતન તરફ જઈ રહેલા નાગરિકો, બાળકો અને વૃદ્ધો સાથે કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડ્યા છે. હાઈવે પર વાહનોની લાંબી કતારોને કારણે ખાનગી વાહનો તેમજ ’મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન’ (MSRTC)ની સેવાઓ ખોરવાઈ છે. MSRTCદ્વારા દરરોજ આશરે 100 જેટલી બસ ટ્રીપ રદ કરવાની ફરજ પડી છે. જોકે, મુસાફરોને પહોંચાડવા માટે રહાટાપુર, સાંગલી અને વિટા જેવા વૈકલ્પિક રસ્તાઓ પરથી બસો ચલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *