શાસક મોરચાની બેઠકમાં સંકલન, નિયમિત પરામર્શ પર ભાર
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સહિત રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના નેતાઓએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠક યોજી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ગઉઅ નેતાઓએ શાસક ગઠબંધન પર કોંગ્રેસના તાજેતરના રાજકીય હુમલાની ચર્ચા કરી હતી અને વિપક્ષના આ આરોપોનો સામનો કરવા માટે એક અવાજમાં જવાબ આપવા પર ભાર મૂક્યો હતો. ગૃહમંત્રીએ વિપક્ષી પાર્ટી પર તેમના ભાષણની ટૂંકી ક્લિપનો ઉપયોગ કરીને તેમની ટિપ્પણીને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહ અને નડ્ડાએ કહ્યું કે શાસક ગઠબંધનનું ધ્યાન સુશાસન અને લોકોના કલ્યાણ પર હોવું જોઈએ, જેના માટે તેને જનસમર્થન મળ્યું છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, જેડી(યુ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ, અપના દળ (એસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, જેડી(એસ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામી પણ હાજર હતા.
એનડીએ દ્વારા સંકલનને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક મિકેનિઝમ સ્થાપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેના સભ્યો મુખ્ય મુદ્દાઓ પર પરામર્શ કરવાનું ચાલુ રાખશે અને મંત્રીઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓ નિયમિતપણે સાંસદોને મળશે. બેઠકના એજન્ડા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં સુશાસન અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
નિષાદે કહ્યું કે મીટિંગમાં ગઠબંધનની વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવી હતી જેથી કરીને વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા પબધા કામથ જમીન પર પહોંચે અને પચૂંટણી દરમિયાન લોકોને આપેલા વચનોથ પૂરા થાય. તેમણે કહ્યું કે માછીમાર સમુદાયને અનામત આપવાનો મુદ્દો પણ બેઠકમાં આવ્યો. નસ્ત્રમેં માછીમાર સમુદાયને અનામત આપવાના મુદ્દા પર 30-37 પાનાના પુરાવા આપ્યા હતા કારણ કે તે ચૂંટણી વચન હતું. તેઓ અમને એક અઠવાડિયા પછી બોલાવશે અને ચર્ચા કરશે.
