રાજુલાના ધારેશ્ર્વર ગામ નજીક પાઈપલાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ1 માંથી રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની પાઇપ લાઇન માંથી પીવાનુ પાણી આવતું હતું વર્ષોથી…

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ1 માંથી રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની પાઇપ લાઇન માંથી પીવાનુ પાણી આવતું હતું વર્ષોથી જર્જરિત થવાના કારણે કરોડોના ખર્ચએ રાજય સરકાર દ્વારા નવી પાઇપ લાઇન નાખવાની કામગીરી શરૂૂ કરવામા આવી હતી આ કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવતા વિવાદ ચાલી રહ્યો છે.

અગાવ સમેલનો કરી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ પોલીસના બંદોબસ્ત સાથે પાઈપલાઈનની કામગીરી શરૂૂ કરવામાં આવતા ખેડૂતોએ મોરચો માંડયો હતો આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ સભા યોજી જેમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા ઉપસ્થિત રહ્યા હતા અને સભા યોજી હતી જેમા માલઢોર પશુઓ લાવી ખેડૂતોને સાંકળ પહેરાવી મો પર માસ્ક બાંધી અનોખો વિરોધ નોંધાવ્યો હતો જેમાં આપ નેતાએ ચીંચાઈ નું પાણી અન્ય લોકોને આપવા માટેનું ષડયંત્ર કરી લઈ જવામા આવી રહ્યા છે આવનારા સમયમાં 5 દિવસનું અલટીમેંટમ છે નિરાકરણ નહિ આવે તો ભાજપ વિરોધમાં ગામડે ગામડે પોસ્ટરો લગાવી વિરોધ કરવા માટેની રણનીતિ કરવામાં આવશે.મોટી સંખ્યામાં સભા બાદ ટ્રેક્ટર મારફતે રાજુલા પ્રાંત કચેરીમાં આવેદન પત્ર આપવા માટે પોહચીયા હતા સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે.

અમારા ડેમના પાણી ઉપર તરાપ લગાવી રહ્યા છે અમારા વિસ્તારમાં બળજબરી પૂર્વક કામગીરી કરાશે તો અમે આજથી અલટીમેંટમ આપવામાં આવ્યું છે સરકાર બીજાને પાણી આપવા માટેનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.અને ખેડૂતોએ આક્રમણ બની કામ અટકાવવા માટેની માંગણી કરી હતી જોકે હાલ કામગીરી સંપૂર્ણ પાઇપ લાઇન નાખવા માટેની અટકાવી દેવામાં આવે તેવી માંગ સાથે થોડીવાર માટે પ્રાંત કચેરીમાં ઘેરાવ કરી બેસી ગયા હતા અને રોષ સાથે અનોખો વિરોધ પણ કરવામાં આવ્યો સમગ્ર મામલે રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે જેમાં નગરપાલિકાની પાઇપ લાઇન જર્જરિત થઈ છે આશરે 40 વર્ષ કરતા વધુ સમયથી આ પાઇપ લાઇન નાખવામાં આવેલ હતી તે જર્જરિત થયેલ હતી તેની સામે નવી પાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ચાલે છે ખેડૂતોનું કોઈ પાણી લેવામાં નહિ આવે કોઈ ઉધોગોને પાણી નહિ આપવામાં આવે કેટલાક બહારના લોકો આવી કંપનીને પાણી આપવા માટેની વાતો કરી રહ્યા છે ખેડૂતો અમારા જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *