દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી નવા હોદ્દેદારોની નિયુક્તિની અટકળો તેમજ અનુમાનો વચ્ચે જિલ્લા ભાજપના નવા ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી કોષાધ્યક્ષ, સહિતના હોદ્દેદારોની ટીમની વિધિવત રીતે જાહેર કરવામાં જાહેરાત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા જિલ્લા ભાજપની નવી જાહેર કરાયેલી ટીમમાં ઉપપ્રમુખ તરીકે મોહનભાઈ બારાઈ (ઓખા), ખેરાજભા કેર (દ્વારકા), દેવાયતભાઈ ગોજીયા (કલ્યાણપુર), ફાલ્ગુનીબેન વ્યાસ (ખંભાળિયા), ટપુભાઈ સોનગરા (કલ્યાણપુર), નિમિશાબેન નકુમ (ખંભાળિયા તાલુકો), ઈન્દ્રજીતસિંહ પરમાર (ખંભાળિયા શહેર) અને ગોવિંદભાઈ પનારા (ભાણવડ તાલુકા)ને જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યારે મહત્વના એવા મહામંત્રી પદના હોદ્દેદાર માટે ઓખાના યુવરાજસિંહ વાઢેર, ખંભાળિયા તાલુકામાં રાજુભાઈ ભરવાડ અને પરબતભાઈ ભાદરકાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રી તરીકે રેખાબેન ઓડેદરા, કૃતિકાબેન ઠાકર, પૂનમબેન બેલા, અરજણભાઈ નનેરા, સોમાભાઈ નાગેશ, અનિલભાઈ તન્ના (ખંભાળિયા શહેર), આલીબેન મુકેશભાઈ ગેડિયા અને નિશાબેન જાદવની જ્યારે કોષાધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ મકવાણા અને કાર્યાલય મંત્રી તરીકે મનીષભાઈ રાઠોડની જાહેરાત કરાઈ છે.
અન્ય મહત્વના હોદ્દામાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે પુન: યુવા કાર્યકર વનરાજસિંહ વિજયસિંહ વાઢેરની તેમજ યુવા મહામંત્રી તરીકે ચિંતનભાઈ ખાણધર અને અક્ષયભાઈ બારાઈની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીની તેમજ મહામંત્રી તરીકે લીલાબેન લહેરૂૂ (રાવલ શહેર) અને દીપ્તિબેન કણજારીયા (ખંભાળિયા તાલુકા) ની વરણી કરવામાં આવી છે.
જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે સુદીપભાઈ હર્ષ, આઈ.ટી. ઇન્ચાર્જ તરીકે શૈલેષભાઈ નકુમ અને મીડિયા ઇન્ચાર્જ તરીકે જયસુખભાઈ મોદી આ સહિતના અન્ય હોદ્દેદારોની પણ વિધિવત રીતે જાહેરાત થતા જિલ્લા સંગઠનનું નવું માળખું વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
નવા વરાયેલા હોદ્દેદારોને સાંસદ પૂનમબેન માડમ, અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, વિગેરેએ આવકારી, સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આગામી સમયમાં જિલ્લા પંચાયત નગરપાલિકા વિગેરેની સામાન્ય ચૂંટણીઓ થનાર છે. ત્યારે નવા સંગઠનમાં અનુભવી કાર્યકરોને સ્થાન મળતા અહીં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બને તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
