મોટા દડવા અને ઈશ્વરીયા ગામોના ખેડૂતો આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી કે ખેતીવાડી વિસ્તારમા વીજળીની ધણા લાંબા સમયથી ખેડૂતોને ખેતીવાડી વીજળી પુરવઠો પૂરતો આપવામાં આવતો નથી અવા નવાર રજૂ આવતો કરવામાં આવેલ છે છતાં પણ વીજળી પુરી આપવામાં આવતી નથી જેમાં વધુમાં આવેદનપત્રમાં જણાવેલ કે ખેતીવાડી વિસ્તારમાં કરમાળ ફીડરથી પાવર સપ્લાય થઈ રહ્યું છે જે ફિડરમા ઓવર લોડ કનેક્શન આપેલ હોવાથી દરરોજના માટે લાઈન ફોલ્ટમાં હોય છે જેના કારણે ખેતીવાડીમાં પિયર કરી શકાતું નથી તેથી આ વિસ્તારના ખેડૂતો લાંબા સમયથી વીજળી પુરવઠાથી પરેશાન થઈ રહ્યા છે.
આ અંગે કોટડાસાંગાણી પીજીવીસીએલ કચેરીમા અવારનવાર રજૂઆતો કરી હોવા હતા છતા કોઇ નક્કર પરિણામ મળતું નથી આ સાથેજ આ વિસ્તારમાં જ્યારે કોઈ ફોલ્ટ સર્જાય ત્યારે પીજીવીસીએલના કર્મચારીઓ સમયસર કામગીરી કરવા માટે આવતા નથી આ વિસ્તારમાં વીજપોલ અને વીજ વાયરને નડતર રૂૂપ થતા વૂક્ષોનુ કટિંગ છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવેલ નથી ખેડૂતોએ વીજળીના પ્રશ્નોનુ નિરાકરણ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો પીજી વીસી એલ કચેરીએ ધારણા કરવામાં આવશે તેવી એક ચીમકી આપી છે અને આજ રજુઆતને પીજી વીસી એલના નાયબ ઇજનેરએ વીજળી પ્રશ્નોને ધ્યાનમાં લઈને તેવું જણાવ્યું કે આવતા દિવસોમાં કે ટૂંક સમયમાં આપના વિસ્તારના ખેડૂતોના વીજળીના પ્રશ્નો હલ કરવામાં આવશે અને ખેડૂતોને ઘણા સમયથી સમસ્યા છે તે પીજીવીસીએલના નાયબ ઇજનેર પટેલ ખેડૂતોને આપી હતી કે આપના વિસ્તારમાં જે વીજળીના પ્રશ્નો તાત્કાલિક જ તો હવે ટીમો બનાવીને ખેડૂતોને વીજળી પુરવઠો સમયસર મળી શકે તેવું પટેલ ખેડૂતોને ખાતરી આપેલ એમાં ખેડૂતો જે રજૂઆત કરવામાં આવી જેમાં તાલુકા પંચાયત કાનપરના સભ્ય લલીતભાઈ મારકણા, ગજેન્દ્રભાઈ ધાંધલ અને દીપકભાઈ ભરવાડ અને આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહીને એન ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
