ગીરના ઇકો સેન્સીટીવ ઝોનમાં ખેડૂતોને નિયમોમાં છૂટછાટ અપાશે

ગીર અભયારણ્યની આસપાસ પ્રસ્તાવિત ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ) ને લઈને સ્થાનિક ખેડૂતોમાં વ્યાપેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગીરની…

ગીર અભયારણ્યની આસપાસ પ્રસ્તાવિત ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ) ને લઈને સ્થાનિક ખેડૂતોમાં વ્યાપેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગીરની આજુબાજુના વિસ્તારોમાં ખેતીવાડી અને દૈનિક પ્રવૃત્તિઓ પર મૂકવામાં આવેલા કેટલાક કડક પર્યાવરણીય નિયમોમાં જરૂૂરી સુરક્ષાત્મક પગલાંઓ સાથે રાહત આપવાની તૈયારી દર્શાવી છે.

સ્થાનિક સ્તરે વિરોધ અને ખેડૂતોની રજૂઆતો બાદ વન અને પર્યાવરણ વિભાગે આ પગલું ભર્યું છે, જેથી ખેતીકામમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકાય. સરકારી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ રાહતો માત્ર આસપાસના ખેતીલાયક વિસ્તારો માટે છે. ગીર અભયારણ્યની મૂળ સીમાઓ કે તેના કુલ વિસ્તારમાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં.

વર્ષ 2025 ની વસ્તી ગણતરી મુજબ, સૌરાષ્ટ્રના આશરે 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 891 જેટલા એશિયાટીક સિંહો વસવાટ કરે છે. ગીર સંરક્ષિત વિસ્તારની આસપાસ પ્રસ્તાવિત ઊજણ કુલ 2,061.8 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે, જેની પહોળાઈ 2.8 કિલોમીટરથી લઈને 9.5 કિલોમીટર સુધીની છે.
ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં ઊજણ ની કડક જોગવાઈઓને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેતી, બાંધકામ અને વીજ જોડાણ પર નિયંત્રણો આવવાની ભીતિથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા.

આ સ્થિતિને ઉકેલવા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળી તથા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. મંત્રી પ્રવીણ માળી જણાવ્યુ હતું કે, “આ મામલો હાલ કોર્ટ સમક્ષ વિચારાધીન છે. જે ખેડૂતોએ પોતાના દાવા કે રજૂઆતો રજૂ કરી છે તેમને કોઈ તકલીફ પડવા દેવામાં નહીં આવે. જો કોઈ ગેરસમજણ ઊભી થઈ હશે તો સાથે બેસીને તેનો ઉકેલ લાવવામાં આવશે.” આ પ્રસ્તાવિત રાહતો સાથેનો વિગતવાર અહેવાલ આખરી મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

ખેડૂતોને કઈ કઈ બાબતોમાં મળશે રાહત?
નવા પ્રસ્તાવિત સુધારાઓ મુજબ, ESZ વિસ્તારમાં આવતા ખેતરોમાં દૈનિક ખેતીની કામગીરી સુચારૂૂ રૂૂપે ચાલી શકે તે માટે સરકારે નીતિગત સુધારા રજૂ કર્યા છે:
યાંત્રિક ખેતી (ટ્રેક્ટરનો ઉપયોગ): ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારમાં ખેડૂતોને ટ્રેક્ટર તેમજ ખેતીના અન્ય આધુનિક મશીનો અને સાધનો ચલાવવાની છૂટ આપવામાં આવશે.
ખેતરની વાડ (Fencing): ખેતરોની સુરક્ષા માટે વાડ કરવાની મંજૂરી અપાશે. જોકે, વન્યજીવો અને ખાસ કરીને ગીરના સાવજ (સિંહો) ને ઇજા ન પહોંચે તે માટે કાંટાળા તાર (Barbed Wire) પરનો પ્રતિબંધ યથાવત રહેશે.
કૂવા નિર્માણ અને સુરક્ષા: ખેતરોમાં નવા કૂવા ખોદવાની મંજૂરી ચોક્કસ સલામતીના નિયમો સાથે આપવામાં આવશે. સિંહો કે અન્ય વન્યજીવો અકસ્માતે કૂવામાં પડી ન જાય તે માટે કૂવાની ફરતે યોગ્ય ઊંચાઈની સંરક્ષણ દિવાલ (Parapet wall)) બનાવવી ફરજિયાત રહેશે.
વીજ કનેક્શન અને આવાજાહી: ખેતીવાડી માટે વીજળીના જોડાણો મેળવવા કે પોતાના ખેતરમાં મુક્તપણે આવવા-જવામાં કોઈ અવરોધ ઊભો કરવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *