દુષ્કાળ જાહેર ન થાય તો 31મીએ ત્રણ સ્થળે ખેડૂત સંમેલન

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહિ, ખેડૂતભક્ષી સરકાર છે એક બાજુ ખેડૂતોના ઇનપુટ દવા, ખાતર, બિયારણ, ખેત ઓઝારના ભાવ દિવસે દિવસે વધતા…

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહિ, ખેડૂતભક્ષી સરકાર છે એક બાજુ ખેડૂતોના ઇનપુટ દવા, ખાતર, બિયારણ, ખેત ઓઝારના ભાવ દિવસે દિવસે વધતા જાય છે તો બીજી બાજુ સૌરાષ્ટ્ર, કચ્છ ઉત્તર ગુજરાતમાં દુષ્કાળગ્રસ્તના ડાકલા વાગી રહ્યા છે અને સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી નથી મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા જ્યારે આખા ભારતમાં સૌથી ઓછો વરસાદ જિલ્લા પ્રમાણે જોઈએ તો દ્વારકા જિલ્લામાં માત્ર 16% છે અને તાલુકા પ્રમાણે જોઈએ તો કલ્યાણપુર તાલુકામાં માત્ર 7% વરસાદ નોંધાયો છે એવા સમયે સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાને બદલે ગઙઊં ખાતરમાં થેલીએ 500 રૂૂપિયા વધારી ખેડૂતોના ખિસ્સામાં ખાતર પાડી રહી છે આ એટલું ઓછું હોય તેમ સરકારે કાલે ખેડૂતોને અપાતી વિજળીમાં 4 થી 6 કલાક કાપ આપવાની જાહેરાત કરી છે.

ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહિ ખેડૂતભક્ષી સરકાર છે, એકબાજુ ગઙઊં ખાતરમાં 500 રૂૂપિયાનો વધારો બીજી બાજુ વીજ કાપ, ત્રીજી બાજુ દુષ્કાળગ્રસ્ત વર્ષ હોવા છતાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહિ, ચોથી બાજુ વીજ કંપનીના ફાયદા માટે લાયકાત વગરના વેલ્યુઅર પાસે ખેડૂતની જમીનની કિંમત નક્કી કરાવે છે, અલનીનોના કારણે વીજકાપ સરકારનું હાસ્યાસ્પદ બહાનુ, આખા ભારતમાં સૌથી ઓછો વરસાદ માત્ર 7% કલ્યાણપુર તાલુકામાં, આખા ભારતમાં સૌથી ઓછો વરસાદ દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લામાં, કર્ણાટક, મહારાષ્ટ્ર દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તો ગુજરાત સરકારને શું પેટમાં દુ:ખે ?, 14/7/2026 ના જજમેન્ટમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે બિન ખેતીના વેલ્યુઅર ખેતીની જમીનનું મુલ્યાંકન ન કરી શકે, આ કેસમાં સરકારે પણ દલીલ કરી કે બિન ખેતીના વેલ્યુઅર ખેતીની જમીનનું મુલ્યાંકન ન કરી શકે, વીજ લાઈનોમાં સરકાર શા માટે બિન ખેતીના વેલ્યુઅર પાસે ખેતીની જમીનનું મુલ્યાંકન કરાવે છે ?, 30 ઓક્ટોબર સુધીમાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહીંતર આંદોલનના એંધાણ, 31 ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લામાં લડત કરવામાં આવશે, 31 ઓક્ટોબરના રોજ ખેડૂત મહા સંમેલનની જાહેરાત.

સરકારે મહાકાય રાક્ષસી વીજ કંપનીઓના ફાયદા માટે 4/7/2026નો પરિપત્ર કરી માર્કેટ રેટ કમીટી (ખછઈ) કમિટિ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ કે તાર આવે તેની કિંમત નક્કી કરવાનું કહ્યું આ જમીનની કિંમત નક્કી કરવા માટે જે ઈંઇઇઈં પરથી વેલ્યુઅર પસંદ કરવાનું કહ્યું છે તે તમામ વેલ્યુઅર ત્રણ પ્રકારના છે 1) નોન એગ્રીકલ્ચર લેન્ડ એન્ડ બિલ્ડીંગ, 2) મશીનરી અને 3) પેપર સિક્યુરિટી એન્ડ ફાઇનાન્સિઅલ એસેટ. ઈંઇઇઈં પર એકપણ વેલ્યુઅર એગ્રિકલ્ચર લેન્ડ વેલ્યુઅર છે જ નહીં.

સરકારની નીતિ સમજવા જેવી છે મહાકાય રાક્ષસી વીજ કંપનીઓના ફાયદા માટે સરકાર ખેડૂતોની ખેતીની જમીનનું મૂલ્યાંકન બિન ખેતીના વેલ્યુઅર પાસે કરાવવા ખેડૂતોને ફરજ પાડે છે તો બીજી બાજુ એ જ સરકાર હાઇકોર્ટના તારીખ 14/07/2026 ના જજમેન્ટ (સ્પેશીયલ સિવિલ એપ્લિકેશન નંબર 2167/2013 કેતન નટવરલાલ બ્રહ્મભટ્ટ ટત યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ અધર્સ માં સરકાર પોતે દલીલ કરે છે કે નોન એગ્રીકલ્ચર વેલ્યુઅર ખેતીની જમીનનું મુલ્યાંકન એટલા માટે ન કરી શકે કારણ કે ખેતીની જમીનનું મુલ્યાંકન સામાન્ય મિલકત કરતા અલગ છે તેમાં જમીનની ફળદ્રુપતા, સિંચાઈ, પાકની પદ્ધતિ, ઉત્પાદન, જમીનનું વર્ગીકરણ, વાર્ષીક ઉપજ, વગેરે બાબતોનું જ્ઞાન હોવું ખૂબ જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *