પાટણવાવમાં 8.64 લાખના ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ

પાટણવાવ ગામની વાડી વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.8.64 લાખના ગાંજાનું વાવતેર પકડી પાડી 65 વર્ષના ખેડૂતની ધરપકડ કરી હતી. જીલ્લા વિસ્તારમાં નશાકારક પદાર્થોની હેરાફેરી…

પાટણવાવ ગામની વાડી વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.8.64 લાખના ગાંજાનું વાવતેર પકડી પાડી 65 વર્ષના ખેડૂતની ધરપકડ કરી હતી. જીલ્લા વિસ્તારમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે મોટી કાર્યવાહી કરી છે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ગાંજાના વાવેતર પડકી પાડ્યું હતું.

રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર ગાંજાના વાવતેર અંગે એસઓજીની ટીમેને મળેલી બાતમીને આધારે પાટણવાવ ગામની વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કાંતીલાલ ઉર્ફે રૂૂગાભાઇ સોજીત્રા નામના ખેડૂતને ઝડપી પાડવામાં આવ્યો છે. પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું હતું કે, આ શખ્સે પોતાની માલિકીની વાડીમાં કપાસ અને ચણાના વાવેતરની વચ્ચે અનિયમિત આકારના બે મોટા ગાંજાના છોડ ગેરકાયદેસર રીતે ઉગાડ્યા હતા. પોલીસે આ છોડ મૂળિયાં અને માટી સાથે બહાર કાઢી તેનું વજન કરાવતા કુલ વજન 17 કિલો 297 ગ્રામ થયું હતું. પકડાયેલા આ લીલા ગાંજાની કિંમત 50,000 રૂૂપિયા પ્રતિ કિલો લેખે ગણીને કુલ 8,64,850 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહીમાં ઘટનાસ્થળે રાજકોટના એફ.એસ.એલ. અધિકારી એસ.જે.જોષીને બોલાવવામાં આવ્યા હતા, જેમણે પ્રાથમિક રાસાયણિક પરીક્ષણ કરી લીલા છોડમાં કેનાબીસના સક્રિય ઘટકોની હાજરી હોવાની પુષ્ટિ કરી હતી.

જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી,પીએસઆઈ કે.એમ.ચાવડા, પીએસઆઈ પી.બી.મિશ્રા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, ફિરોઝભાઇ બ્લોચ,વિજયભાઇ વેગડ,ક્રિપાલસિંહ જાડેજા,મયુરભાઇ વિરડા, નૈમીષભાઇ મહેતા,વિજયગીરી ગોસ્વામી, વિપુલભાઇ ગોહિલ,કલ્પેશભાઇ કોઠીવાર,નવદિપભાઇ બાબરીયા,રઘુભાઇ ત્રકટાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *