જામનગર સહિત રાજ્યની 6 મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની વિદાય: આજથી વહીવટદારનું શાસન

જામનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત ગઈકાલે પુરી થઈ જતાં રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલા વહીવટદારો આજથી ચાર્જ સંભાળી લેશે. રાજ્યની જામનગર, અમદાવાદ,…

જામનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત ગઈકાલે પુરી થઈ જતાં રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલા વહીવટદારો આજથી ચાર્જ સંભાળી લેશે.

રાજ્યની જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ 2021 માં ચૂંટાયેલી પાંખની મુદત 9 માર્ચના રોજ પુરી થઈ છે. જો કે આ અગાઉ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં ખાસ મતદાર સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા હાથ ધરવામાં આવી હતી અને તેના કારણે રાજ્ય ચૂંટણી પંચ મહાનગરપાલિકાઓની ચૂંટણી લગત કામગીરી નિર્ધારિત સમયમાં પાર પાડી ન શકતા રાજ્યની છ મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન અમલી બન્યું છે.

જામનગર સહિત આ છ મહાનગરપાલિકામાં હવે સામાન્ય ચૂંટણી યોજવાની પ્રક્રિયા તેમજ બહુમતી ધરાવનાર રાજકીય પક્ષ કાર્યભાર સંભાળે ત્યાં સુધી તેમની કામગીરી સુચારુ રૂૂપે ચાલુ રાખવાની તેમજ પ્રજાકીય સુખાકારીને લગતા પ્રશ્નો ન ઉદભવે અને કોઈ સમસ્યા ઉદભવે તો તેનો તરત નિકાલ કરવાની જવાબદારી વહીવટદારની રહેશે. જામનગર મહા નગરપાલિકામાં વહીવટદાર તરીકે રાજ્યના ચીફ ટેક્સ કમિશનર આરતી કંવરની નિમણૂંક કરવામાં આવી છે. આરતી કંવર અગાઉ જામનગરના જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જેથી તેઓ જામનગર શહેરથી સારી રીતે વાકેફ હોય તે સ્વાભાવિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *