વીંછિયાના ઢેઢુકી ગામે ભૂવા ઉપર હુમલો કરનાર આરોપી દ્વારા પરિવારને ધમકી

વીછીયાના ઢેઢુકી ગામની સીમમાં રહેતા ભુવા ચકુભાઇ પોલાભાઇ સાંકળીયા (ઉ.વ.65) વાડીના મકાને સૂતા હતા ત્યારે ચોટીલાના આણંદપરના દેવપરાના વિશાળ સામતભાઈ મેણીયા સહીતના અજાણ્યા છ શખ્સોએ…

વીછીયાના ઢેઢુકી ગામની સીમમાં રહેતા ભુવા ચકુભાઇ પોલાભાઇ સાંકળીયા (ઉ.વ.65) વાડીના મકાને સૂતા હતા ત્યારે ચોટીલાના આણંદપરના દેવપરાના વિશાળ સામતભાઈ મેણીયા સહીતના અજાણ્યા છ શખ્સોએ હુમલો કર્યો હતો. ભુવાને બચાવવા પડેલ પુત્ર ધનજીને પણ માર માર્યો હતો. જ્યારે ભુવાની પત્નીની સાડી ખેંચી તેની સાથે ઝપાઝપી કરી હતી. આ બનાવમાં વિશાલ સહિતના શખ્સો હાલ ફરાર હોય અને આ શખ્સો ભુવાને ધમકી આપતા હોય જે મામલે ચકુભાઈના પુત્ર એડવોકેટ સંજયભાઈ સાકરિયાએ જીલ્લા પોલીસ વડાને આ મામલે રજૂઆત કરી હતી.

સંજયભાઈ સાકરિયાએ જણાવ્યું કે, તેમના પિતા ચકુભાઈ હાલ હોસ્પિટલમાં આઈસીયુમાં હોય તેની હાલત અત્યંત ખરાબ હોય બીજી તરફ આરોપીઓ હજુ ફરાર હોય અને આખા પરિવારને આરોપીની દ્વારા અવાર-નવાર પાક-ધમકીઓ આપવામાં આવે છે. જેથી પરિવારના જીવ જોખમમાં હોય છે તેમજ પરિવાર ઉપર આરોપીઓ દ્વારા ફરીથી હુમલો કરવી ભય હોય આ મામલે તાત્કાલિક આરોપીઓને પકડી લેવા રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *