જસદણ તાલુકાના કમળા પુર ગામે શહિદ ગૌભકતના પરિવારની ખેતીની જમીન પચાવી પાડનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ જમીન મૂળ માલિકને પરત અપાવી ન્યાય અપાવવા દિલ્હીના અખીલ વિશ્ર્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને લેખીત રજૂઆત કરી માંગણી કરી છે.
જાણવા મળતી વિગત મુજબ અખિલ વિશ્ર્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ દિલ્હી દ્વારા રાજકોટ કલેક્ટરને રજૂઆતમાં જણાવ્યા મુજબ ગત તા.18-3-2016ના રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે ગૌભકત ગભરુભાઇ લાંબરીયા (હિદાભાઇ ભરવાડ)એ ઝેરી દવા પી આત્મવિલોપન કરી લીધુ હતુ જેથી આ આંદોલનમાં તેઓ શહિદ થયા હતા. સરકારએ આ પરિવારની દરેક જવાબદારી સ્વીકારી જરૂૂર પડે તમામ મદદની ખાત્રી આપેલ પરંતુ ત્યારબાદ આ પરિવારને કોઈ મદદ મળેલ નહિ ઉલ્ટાનું તેઓની ખેતીની જમીન રાજકોટ જીલ્લાનાં જસદણ તાલુકાના કમળાપૂર ગામે આવેલી જમીન જે ભાવુબેન હિંદાભાઈ લાબરીયાના નામે હોય.જેમાં ઘનશ્યામભાઈ બાભણીયા નામના વ્યક્તિએ કબ્જો ગેરકાયદેસર કરેલો છે.
જેના સામે આ પરિવારે વારંવાર જસદણ મામલતદારને લેખીત તથા મૌખીક રજૂઅતો કરેલ તેમજ જીલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ લાગુ પડતી તમામ કચેરીમાં લેખીત આપેલ છે. પરંતુ આજ દિન સુધી કોઈ નીકાલ આ પ્રકરણનો થયેલ નથી. ડી.આઈ.એલ.આર રાજકોટમાં પણ વારંવાર માપણી માટે રજૂઆતો કરતા તેઓ કલેકટરનો લેખીત આદેશ હોય અમારી પાસે તો જ અમો આગળની કાર્યવાહી કરશુ તેવું જણાવે છે. આપને અમો ગૂજરાત રાજ્ય ભરના ગૌ-રક્ષકોની આ પરિવાર વતી અપીલ છે કે તૂર્તજ આ પ્રકરણમાં મૂળ માલિક શહિદના પરિવારને સરકાર દ્વારા તેઓની જમીન ગેરકાયદેસર કબ્જો કરી બેઠેલા શખ્સો પાસેથી પરત લેવરાવી મૂળ માલીકને પરત દેવરાવે અને જરૂરી હુકમો ન્યાય આપવા માંગ કરી છે.
