રાજકોટ તાલુકાના તરઘડીયા ગામે રહેતા વૃદ્ધ બાઇક લઇ રાજકોટ દુધ દેવા આવતા હતા ત્યારે માલીયાસણ નજીક કારમાં ઘસી આવેલા કૌંટુબીકભાઇ સહિતના શખ્સોએ બાઇક સાથે કાર અથડાવી બાદમાં લોંખડના પાઇપ વડે હુમલો કરી માર મારતા તેણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ, તરઘડીયા ગામે રહેતા પેથાભાઇ સામતભાઇ ઝાપડા (ઉ.70)નામના વૃદ્ધ આજે સવારે પોતાનું બાઇક લઇ રાજકોટ દુધ દેવા આવતા હતા ત્યારે માલીયાસણ પુલ પાસે પહોંચતા કૌંટુબીક ભાઇ દાનાભાઇ ગોબરભાઇ અને તેની સાથેના શખ્સોએ કારમાં ઘસી આવી બાઇક સાથે કાર અથડાવી બાદમાં લોંખડના પાઇપ વડે તેના ઉપર હુમલો કરતા માથાના ભાગે તથા શરીરે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરી હતી. ત્યારે આજે ફરી હુમલો કરતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માલિયાસણ નજીક બાઇક સાથે કાર અથડાવી કૌટુંબિક ભાઇ સહિતનાનો હુમલો
રાજકોટ તાલુકાના તરઘડીયા ગામે રહેતા વૃદ્ધ બાઇક લઇ રાજકોટ દુધ દેવા આવતા હતા ત્યારે માલીયાસણ નજીક કારમાં ઘસી આવેલા કૌંટુબીકભાઇ સહિતના શખ્સોએ બાઇક સાથે કાર…
