મકાન લેવા માટે 15 લાખની માગણી કરી યુવાનને કૌટુંબિક શખ્સે પૂંઠમાં છરી ઝીંકી દીધી

શહેરનાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરીની સામે આરએમસી કવાટરમા રહેતા મેહુલ ભોપાભાઇ ચુડાસમા (ઉ.વ. 3પ ) નામના યુવાનને કૌટુબીક શખસ જીલ લલીતભાઇ ચુડાસમાએ માથાકુટ કરી…

શહેરનાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરીની સામે આરએમસી કવાટરમા રહેતા મેહુલ ભોપાભાઇ ચુડાસમા (ઉ.વ. 3પ ) નામના યુવાનને કૌટુબીક શખસ જીલ લલીતભાઇ ચુડાસમાએ માથાકુટ કરી પુંઠનાં ભાગે છરીનો ઘા ઝીકી દેતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડયો હતો.

મારામારીની સમગ્ર ઘટનામા ફરીયાદી મેહુલભાઇએ જણાવ્યુ હતુ કે તેઓ અમીનમાર્ગ પર એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સમા એડવાઇઝર તરીકે 3 વર્ષથી નોકરી કરે છે. ત્રણેક મહીના પહેલા ભીમ અગીયારસ પહેલા કૌટુબીક ભત્રીજાનો દીકરો જીલ દેણામા આવી ગયો હોય જેથી પિતા પાસેથી 10 હજાર ઉછીનાં લઇ ગયો હતો જે આજ દીવસ સુધી પરત કર્યા નથી. અને ત્યારબાદ ફરી આ જીલ ચુડાસમા ત્યા આવી વધુ 1પ લાખ રૂપીયા મકાન લેવા માટે જોઇતા હોય જેની માગણી કરતા જે પૈસા આપવાની ના પાડી દેતા આરોપીએ ટેકસ મેસેજ કર્યો હતો કે તુ મને મળતો નહી નહીતર તને જાનથી મારી નાખીશ.

તેમજ ફરીયાદીનાં દીકરાને ઉપાડી લેવાની અને માર મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગઇકાલે સવારે મેહુલ તેમની દીકરીને મવડી ચોકડી પાસે આવેલી સ્કુલે મુકીને પોતાનાં ઘરે પાર્કીગમા બાઇક પાર્ક કરતો હતો ત્યારે આરોપીએ આવી આજે તને મારી જ નાખવો છે કહી કાઠલો પકડી પુંઠનાં ભાગમા છરીનો ઘા મારી દીધો હતો. ત્યારબાદ જીલ ત્યાથી ભાગી ગયો હતો અને જતા જતા તેણે હુ જામીન પર છુટીને તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ મેહુલને સરકારી હોસ્પીટલમા દાખલ કરાયો હતો . આ મામલે યુનીવર્સીટી પોલીસ મથકનાં સ્ટાફે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *