પડધરીનાં રામપર ગામે રહેતી યુવતીને કાલાવાડનો શખ્સ ભગાડી ગયો હતો બાદમા બંને પરીવાર વચ્ચે સમાધાન નહી થતા પરીવાર યુવતીને લઇ પરત ફરતો હતો ત્યારે કાલાવાડનાં મોંગેલા ગામનાં પાટીયા પાસે ઇકો કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમા ગંભીર રીતે ઘવાયેલી યુવતીનુ જ મોત નીપજયુ હતુ.
જયારે અન્ય 6 વ્યકિતને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતાઆ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પડધરીનાં રામપર ગામે રહેતા મહેન્દ્રસિંહ મુનાભાઇ ભાંભોર (ઉ.વ. ર0 ), સમરાજ પવાર (ઉ.વ. 30 ), કીરણબેન કરણસિંહ માવી (ઉ.વ. ર0 ), રાહુલ, રવી અને અનીલ સહીતનાં 7 લોકો ઇકો કારમા બેસી કાલાવડથી પડધરી તરફ જતા હતા ત્યારે મોંગેલી ગામનાં પાટીયા પાસે ઇકો કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમા મહેન્દ્રસિંહ ભાંભોર , સમરાજ પવાર અને કીરણબેન માવીને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા . જયા ગંભીર રીતે ઘવાયેલી કીરણબેન માવીનુ સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક કીરણબેન માવી બે ભાઇ ત્રણ બહેનમા નાની હતી અને કીરણબેન માવીને કાલાવડનો જુવાનસિંહ ભગાડી ગયો હતો જે પ્રેમ પ્રકરણમા બંને પરીવાર વચ્ચે સમાધાન નહી થતા કીરણબેન માવીનો પરીવાર ઇકો કાર લઇ કાલાવડ ગામે કીરણબેન માવીને લેવા આવ્યો હતો . અને પરત રામપર ગામે જઇ રહયા હતા . ત્યારે સર્જાયેલા અકસ્માતમા કીરણબેન માવીનુ મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે કાલાવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
