યુવાનને ધમકાવી નકલી પોલીસે નાણા પડાવ્યા

આરએમસી ચોકમાં જમવા બેઠો તો ત્યાંથી જ સ્કૂટરમાં બેસાડી બંન્ને શખ્સ ઉપાડી ગયા, ડરાવી ધમકાવી 12 હજાર ખંખેરી લીધા પોપટપરાના મિહિર કુગશીયા સહિત બેની ધરપકડ,…

આરએમસી ચોકમાં જમવા બેઠો તો ત્યાંથી જ સ્કૂટરમાં બેસાડી બંન્ને શખ્સ ઉપાડી ગયા, ડરાવી ધમકાવી 12 હજાર ખંખેરી લીધા

પોપટપરાના મિહિર કુગશીયા સહિત બેની ધરપકડ, મીહિર અગાઉ છેડતી અને પૈસા પડાવવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે

મોરબીના સનાળા રોડ પર આવેલી ભક્તિનગર સોસાયટીમાં રહેતા દીક્ષિતભાઈ દિનેશભાઈ ધિયાને આરએમસી ચોક પાસે બે શખ્સોએ પોલીસની ઓળખ આપી ફરિયાદી દીક્ષિતને પેલેસ રોડ પર લઈ જઈ મોબાઈલના પાસવર્ડ લઈ 50 હજારની માંગણી કરી એએટી એમમાં લઇ જઇ 12 હજાર રૂૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા.આ મામલે પોલીસે પોપટ પરાના મિહિર ભાનુભાઈ કુગશિયા અને સંદીપની ધરપકડ કરવામાં આવી હતી.

દીક્ષિતે ફરિયાદમાં જણાવ્યુ હતું કે,તે પી.લાઇટ કમ્પનીમાં માર્કેટીંગની મોરબી ખાતે પ્રા.નોકરી કરે છે.ગઇ તા.08/09ના રોજ રાજકોટ ખાતે લીમડા ચોક સરોવર પોટીકો હોટલમાં કંપની મિટીંગ હોય જેથી હુ સવારમાં નવેક વાગ્યે રાજકોટ ખાતે આવેલ અને લીમડા ચોક પાસે સરોવર પોટીકો હોટલમાં કંપનીની મીટીંગમાં ગયેલ અને બાદ સાંજના મીટીંગ પુરી થયે હુ મોરબી જવા માટે રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે ગયેલ અને મોરબી જવા માટેની બસ રાત્રે નવ વાગ્યે હોય જેથી હુ આર.એમ.સી. ચોક બાલાજી લારીએ ટેબલ પર બેસી અને જમવા માટે ઓડર આપેલ ત્યારે એક નંબર પ્લેટ વગરનુ એકસેસ લઈને બે જણા મારી પાસે આવ્યા હતા.

ત્યારબાદ મને કહેલ કે અમે પોલીસ સ્ટેશન ડી સ્ટાફ માથી આવીએ છીએ તુ અમારી સાથે બેસી જા જેથી મે તે બન્ને જણાને કહેલ કે શેના માટે જેથી તેમાથી એક જણાએ મને કહેલ કે પોલીસ સ્ટેશન ચાલ પછી તને કવ તેમ કહી બન્ને જણાએ મને પકડીને એકસેસમા વચ્ચે બેસાડી દિધેલ અને ચાલુ સ્કુટરે મારા ઉપરના ખિચ્ચામાથી મારા બન્ને ફોન તથા મારા પેંટના ખિચ્ચામાથી મારૂૂ પાકીટ કાઢી લીધેલ અને બાદ મને પેલેસ રોડ આશાપુરા મંદીર સામે પેલેસ રોડ ધવલ જવેલર્સ વાળી શેરીમાં અંદર લઈ ગયેલ ત્યા જઈ મારા મોબાઇલનો પાસવર્ડ માંગેલ જેથી મે પાસવર્ડ દેવાની ના પાડતા મને એક જાપટ મારી મારેલ જેથી હુ ગભરાઇ ગયેલ અને મે તેમને મારા મોબાઇલનો પાસવર્ડ આપેલ અને ત્યારબાદ તેઓએ મારા મોબાઇલ મા મારા ઇન્ડસ ઇન બેન્કના એપ્લીકેશન્માં બેલેન્સ ચેક કરેલ અને મારા ખાતામાં રૂૂ.2,571/- હતા જેથી તે બન્ને જણા એ મારી પાસે પચાસ હજારની માંગણી કરેલ જેથી મે કહેલ કે મારી પાસે આટલા રૂૂપીયાની સગવડ થાય તેમ નથી.

જેથી તેઓએ મને કહેલ કે તો દસ હજાર બીજા પાસેથી મંગાવી લે જેથી મે મારા મિત્ર તેજસ જોષીને ફોન કરી અને મારા એકાઉંટમા દસ હજાર નાખવાનુ જણાવેલ અને મારા મિત્ર તેજસે મારા એકાઉંટમા રૂૂ.10,000/- નાખેલ બાદ તે બન્ને જણા મને ગલ્લી ખાસામાંથી એક એ.ટી.એમ. પર લઈ ગયેલ તે જગ્યાની મને ખબર નથી અને ત્યાં મારા એ.ટી.એમ. કાર્ડથી મે 12,000/-રૂૂપીયા ઉપાડેલ અને તેમને આપી દિધેલ ત્યાર બાદ આ બંને શખ્સોએ અંધારી ગલીમા ઉતારી અને મને કહેલ કે હવે આગળ કયારેય અહી દેખાતો નહી અને આ બાબતે કોઇને વાત કરીશ તો મારી મારીને તોડી નાખીશુ તેમ કહી તે બન્ને જણા એકસેસ લઇને જતા રહ્યા હતા. આ ઘટનામાં એ ડિવિઝન પોલીસે મીહિર કુગશીયા અને સંદીપની ધરપકડ કરી હતી. આરોપી મીહિર વિરૂદ્ધ અગાઉ છેડતી, પોલીસની ઓળખ આપી પૈસા પડાવ્યા અંગેના ગુનાઓ નોંધાઇ ચૂકયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *