નકલી સાયબર ક્રાઇમે 10 લાખ ફોલોઅર્સના મીડીયા એકસેસ લઇ લીધા

કોલ્ડપ્લે જોવા માટે મધ્ય પ્રદેશથી ગુજરાત આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મોટો કાંડ થઈ ગયો હતો. આ યુવક બસમાં ગુજરાત આવી રહ્યો હતો ત્યારે કરજણ…

કોલ્ડપ્લે જોવા માટે મધ્ય પ્રદેશથી ગુજરાત આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મોટો કાંડ થઈ ગયો હતો. આ યુવક બસમાં ગુજરાત આવી રહ્યો હતો ત્યારે કરજણ પાસે કેટલાક લોકો બસમાં ચઢ્યા હતા અને તેમણે સાયબર ક્રાઇમમાંથી આવતાં હોવાનું કહી તેના લાખો ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટના એક્સેસ મેળવી લઈ ધમકી આપી હતી. ત્યારબાદ આ યુવક કરજણ પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મધ્યપ્રદેશના વિદિશામાં રહેતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રામજીભાઈ અનિલભાઈ શ્રીવાસ્તવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને છેલ્લા 4 વર્ષથી સ્ટોક માર્કેટના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 10 લાખ ફોલોઅર્સ છે, જ્યારે તેના ટેલિગ્રામ એકાઉન્ટમાં એક લાખ ફોલોઅર્સ છે.

તે પોતાના મિત્ર સાથે ગઇકાલે અમદાવાદમાં કોલ્ડપ્લે મ્યુઝિકલ કાર્યક્રમ જોવા જવાના હતા. જેથી તે વિદીશાથી ભરૂૂચ આવવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન કરજણ હાઇવે પર રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખી 30 વર્ષની ઉંમરના યુવાનો બસમાં ચઢ્યા હતા. અને મને કહ્યું કે પ હમ સાયબર સેલ સે હૈ, ઔર તું એક ક્રાઇમ મેં ઇન્વોલ્વ હૈ, તું હમારે સાથ ચલ તુમ્હારી પૂછતાછ કરની હૈ. જેથી હું બસમાંથી ઉતરી ગયો હતો.

ત્યારબાદ મને કારમાં બેસાડી દીધો અને કહ્યું કે પએક આદમી કો તેરે કારણ રૂૂ. 1 કરોડ કા લોસ હુઆ થા, ઉસને સ્યુસાઇડ કર લીયા હૈ, ઔર પોલીસ સ્ટેશનમેં પૂછતાછ કે લીયે તુમ્હારી જરૂૂરત હૈથ તેમ જણાવી રસ્તામાં મારી પાસેથી ફોન લઈ ધમકી આપી ઓટીપી મેળવ્યો હતો. ત્યારબાદ મેં મિત્રનો સંપર્ક કરતાં તે મને લેવા આવ્યો હતો. પરંતુ મારા બંને સોશિયલ મીડિયા એકાઉન્ટના એક્સેસ અન્ય પાસે જતા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *