વિરપુરના મેવાસાની ડ્રિસ્ટ્રિકટ બેંકની શાખામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

રાજકોટ ડ્રિસ્ટીક બેંકની વિરપુર ખાતે આવેલી શાખામાં ગઇકાલે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. આ સમયે બેંકમાં રહેલા સાયરન વાગતા તસ્કરો ત્યાથી ભાગી ગયા હતા. આ મામલે…

રાજકોટ ડ્રિસ્ટીક બેંકની વિરપુર ખાતે આવેલી શાખામાં ગઇકાલે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. આ સમયે બેંકમાં રહેલા સાયરન વાગતા તસ્કરો ત્યાથી ભાગી ગયા હતા. આ મામલે બેંકના કર્મચારીએ પોલીસમાં ચોરીના પ્રયાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તસ્કરોને પકડવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ જેતપુરના શિવમ પાર્કમાં રહેતા અને રાજકોટ ડ્રિસ્ટીક બેંકની મેવાસા ખાતે આવેલી શાખામાં ફરજ બજાવતા પરીનભાઇ છગનભાઇ પટેલએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ગઇકાલે રાત્રીના સમયે રાજકોટ ડ્રિસ્ટીક બેંકની મેવાસા ખાતે આવેલી શાખામાં તસ્કરો ત્રાટકયા હતા. આ સમયે બેંકમાં રહેલુ સીક્યુરિટી સાયરન વાગતા તસ્કર ત્યાથી ભાગી ગયો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની જાણ થતા બેંકના કર્મચારીઓ ત્યા પહોંચ્યા હતા અને તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે તસ્કર બારીની લોખંડની ગ્રીલ તોડી નુકસાન કરી ચોરી કરવાના ઇરાદે અંદર પહોંચ્યા હતા. આ મામલે પોલીસમાં ચોરીના પ્રયાસ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *