પોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડ

આરોપીઓ પાર્ટીમા નશો કરતા હતા ત્યારે એક શખ્સે ગાળો આપતા મામલો બિચકયો અને યુવાનના માથામાં કાચની બોટલ ફટકારી પોરબંદર શહેરની જાણીતી લોર્ડ્સ હોટેલના રૂૂમમાં બર્થડે…

આરોપીઓ પાર્ટીમા નશો કરતા હતા ત્યારે એક શખ્સે ગાળો આપતા મામલો બિચકયો અને યુવાનના માથામાં કાચની બોટલ ફટકારી

પોરબંદર શહેરની જાણીતી લોર્ડ્સ હોટેલના રૂૂમમાં બર્થડે પાર્ટીમાં બે લોકો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા ગંભીર મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં એક યુવક પર કાચની બોટલ વડે હુમલો કરવામાં આવતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે આ મામલે બે મુખ્ય આરોપીઓ સહિત 11 શખ્સો સામે અટકાયતી પગલાં ભરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આરોપીઓ માલેતુજારોના દીકરા હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 20 જાન્યુઆરીની મોડી રાત્રે લોર્ડ્સ હોટેલના રૂૂમમાં બર્થડે પાર્ટી રાખવામાં આવી હતી અને આરોપીઓ નશો કરી રહ્યા હતા. ફરિયાદી યુવક ચિરાગ રવિભાઈ ભરાડા હોટેલના રૂૂમમાં હાજર હતો ત્યારે આરોપી આર્યન ઝીણુભાઈ દયાતરે ત્યાં આવી અચાનક બિભત્સ ગાળો આપી ઉશ્કેરણી કરી હતી. મામલો ઉગ્ર બનતા આર્યને રૂૂમમાં પડેલી કાચની બોટલ ફરિયાદી યુવકના માથામાં ફટકારી દીધી હતી. હુમલો એટલો જોરદાર હતો કે ફરિયાદીના માથાના ભાગે ચાર ટાંકા લેવા પડ્યા છે.

આ હુમલા દરમિયાન અન્ય આરોપી રોનક હસમુખભાઈ જુંગીએ પણ ફરિયાદી યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો, જેમાં ફરિયાદીને હોઠના નીચેના ભાગે ગંભીર ઈજા થતા ત્યાં બે ટાંકા આવ્યા છે. ફરિયાદી યુવક ના જણાવ્યા મુજબ, હાજર અન્ય લોકોએ પણ માર મારવામાં મદદગારી કરી હતી અને જિલ્લામાં અમલી હથિયારબંધીના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો.

પોલીસે આ મામલે મુખ્ય આરોપીઓ સામે મારામારી અને ઈજા પહોંચાડવા અંગેનો ગુનો નોંધવા ઉપરાંત, અન્ય સામેલ 11 શખ્સો વિરુદ્ધ ઇગજ કલમ 170 મુજબ અટકાયતી પગલાં લીધા છે. તમામ આરોપીઓ માલેતુજારોના દીકરાઓ હોવાની ચર્ચા છે. દારૂૂ પાર્ટી કરતા હોવાથી પોલીસે તમામના બ્લડ સેમ્પલ લઈને ઋજક મોકલ્યા છે. પોરબંદર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ હુમલા પાછળનું મુખ્ય કારણ શું હતું અને હોટેલ સંકુલમાં આ પ્રકારની પ્રવૃત્તિ કઈ રીતે બની.

1. આશુતોષ રામભાઈ ઓડેદરા
2. ધ્રુવ જીતેન્દ્ર ગોહેલ
3. આનંદ કિરણભાઈ લાખાણી
4. અભય હિતેશભાઈ સુખડીયા
5. આર્યન જીણુંભાઈ દયાતર
6. રાજવીર જીતુભાઈ આગઠ
7. રિશી દીપકભાઈ હોદ્દાર
8. દિવ્ય નવનીત જુંગી
9. રોનક હસમુખભાઈ જુંગી
10. રાજન મુકેશ હોદ્દાર
11. રાજ રમેશભાઈ મોતીવરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *